Western Times News

Gujarati News

ખેડા જિલ્લામાં ૬ વિધાનસભાની બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાની છ વિધાનસભા બેઠકો માટેની મત ગણતરી આજે નડિયાદની આઇવી પટેલ કોલેજ ખાતે સવારે ૮ઃ૦૦ કલાકે શરૂ થઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શરૂ થયેલી મત ગણતરી દરમિયાન શરૂઆતથી છ વિધાનસભામાં ભાજપના ઉમેદવારો આગળ જાેવા મળ્યા હતા તેના કારણે કોંગ્રેસના ઉમેદવારોમાં દુઃખની લકીર ખેંચાઈ ગઈ હતી જેમ જેમ રાઉન્ડ પુરા થતા ગયા તેમ તેમ લીડ વધતી ગઈ હોવાનું જાેવા મળતું હતું એક માત્ર મહુધા બેઠકમાં કાંટે કી ટક્કર જાેવા મળતી હતી ઘડીકમાં ભાજપ તો ઘડીકમાં કોંગ્રેસ આગળ પાછળ થતા હતા આ બેઠકમાં શું થશે તે સસ્પેન્ડ છેક સુધી જાેવા મળ્યું હતું જાેકે આખરે આ બેઠક પર ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે આમ ખેડા જિલ્લામાં ભાજપે ૬ બેઠકો પર ભગવો લગાવી દીધો છે.

ખેડા જિલ્લામાં વિધાનસભા ની માહિતી નીચે મુજબ છે : નડિયાદ વિધાનસભા બેઠક ઃ પંકજભાઈ દેસાઈ (ભાજપા) જીત – ૧,૦૩,૬૯૯, ધ્રુવિલ પટેલ (કોંગ્રેસ) હાર – ૫૦,૦૦૨, હર્ષદભાઈ વાઘેલા (આમ આદમી પાર્ટી) હાર – ૪,૪૫૦, નોટા – ૩૬૪૯

મહેમદાવાદ વિધાનસભા બેઠક : અર્જુનસિંહ ચૌહાણ (ભાજપા) – જીત – ૧,૦૮,૧૮૫, જુવાનસિંહ ગાંડાભાઈ ડાભી (કોંગ્રેસ) હાર – ૬૨,૬૬૬, પ્રમોદભાઈ સોમાભાઈ ચૌહાણ (આપ) હાર – ૪૨૫૭, નોટા – ૩૫૨૯
કપડવંજ વિધાનસભા બેઠક : રાજેશકુમાર મગનભાઈ ઝાલા (ભાજપા) જીત – ૧,૧૦,૦૫૧, કાળાભાઈ રયજીભાઈ ડાભી (કોંગ્રેસ) હાર – ૭૯,૨૦૬, મનુભાઈ રામાભાઈ પટેલ (આપ) હાર – ૮,૫૯૨, નોટા – ૩૧૮૦

માતર વિધાનસભા બેઠક : કલ્પેશભાઈ આશાભાઈ પરમાર (ભાજપા) જીત – ૮૩,૮૫૧, સંજયભાઈ હરીભાઇ પટેલ (કોંગ્રેસ) હાર – ૬૭૮૨૭, લાલજીભાઈ મેલાભાઈ પરમાર (આપ) હાર – ૧૪૭૦, મહિપતસિંહ ચૌહાણ (અપક્ષ) હાર – ૧૭૫૫૨, નોટા – ૨૭૭૩
મહુધા વિધાનસભાના બેઠક : સંજયસિંહ વિજયસિંહ મહિડા (ભાજપા) જીત – ૯૧૦૫૯, ઈન્દ્રજીતસિહ નટવરસિંહ પરમાર (કોંગ્રેસ) હાર – ૬૫૭૫૯, રવજીભાઈ સોમાભાઈ વાઘેલા (આપ) હાર – ૧૧૮૯૦, નોટા – ૨૫૨૬
ઠાસરા વિધાનસભા બેઠક : યોગેન્દ્રસિંહ પરમાર (બકાભાઈ) (ભાજપા) – જીત – ૧૨૦૬૧૯, પરમાર કાંતિભાઈ શનાભાઈ (કોંગ્રેસ) હાર – ૫૮,૯૦૦, રાઠોડ નટવરસિંહ પુંજાભાઇ (આપ) – ૩૧૪૦, નોટા – ૨૬૮૩


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.