Western Times News

Gujarati News

AAPના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપ સુરતની આ સીટ જીત્યું

ભાજપના અરવિંદ રાણાને ૭૩૧૪૨ મત જ્યારે કોંગ્રેસના અસલમ સાયકલવાલાને ૫૯૧૩૫ મત મળ્યા

સુરત,  ભાજપ માટે ડેન્જર ઝોનમાં મુકાયેલી સુરત પુર્વ વિધાનસભા બેઠક કેટલાક ઉતાર ચઢાવ બાદ ભાજપે બાજી મારી લીધી છે. આ વિધાનસભામાં કોટ વિસ્તારના મતદારોએ ભાજપની નૈયા પાર લગાવી દીધી છે.

આ બેઠક પર ત્રિપાંખીયો જંગ નહી પરંતુ ભાજપ- કોંગ્રેસ વચ્ચેનો જંગ માં ભાજપ બાજી મારી ગયું હતું. તો આપ ના ઉમેદવારનું રહસ્યમય સંજાેગોમાં ફોર્મ પરત ખેંચવું ભાજપ માટે ફાયદાકારક સાબિત થયું છે.

વિધાનસભાની ચુંટણીમાં સુરતની પુર્વની બેઠક પર ૯૨ હજાર લઘુમતિ મતદાર હતા અને તેમાં કોગ્રેસે લઘુમતિ ઉમેદવાર અસલમ સાયકલવાલાને ટિકિટ આપતાં ભાજપ માટે આ બેઠક પડકારરુપ બની હતી. જાેકે, આ બેઠક પર ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ હથિયાર હેઠા મુકી દીધા હતા

અને આપના ઉમેદવારે રહસ્યમય સંજાેગોમાં ઉમેદવારી પત્રક પાછું ખેંચી લીધું હતું જે ભાજપ માટે સીધું ફાયદામાં રહ્યું હતું. આપે રાણા ઉમેદવાર તરીકે કંચન જરીવાલાને મેદાનમા ઉતાર્યા હતા. કંચન જરીવાલા પાલિકાની ચુંટણીમાં સારો દેખાવ કર્યો હતો અને સમાજના મતમાં ભાગ પડાવે તેમ હતું. જાેકે, તેઓએ રહસ્યમય સંજાેગોમાં ઉમેદવારી પત્રક પાછું ખેંચતા ભાજપે ઉમેદવારી પત્રક પાછું ખેંચાવ્યાના આક્ષેપ થયાં હતા.

આપના ઉમેદવાર નહી રહેતાં આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ થઈ હતી. મતગણતરીના અંતે ભાજપના અરવિંદ રાણાને ૭૩૧૪૨ મત જ્યારે કોંગ્રેસના અસલમ સાયકલવાલાને ૫૯૧૩૨૫ મત મળ્યા હતા. આ ચુટણીમાં દસ જેટલા લઘુમતિ ઉમેદવાર મેદાનમાં હતા તે પણ ભાજપ માટે ફાયદાકરક રહ્યા છે.

આ ચુંટણીમાં ભાજપના અરવિંદ રાણાનો ૧૪૦૧૭ મતે વિજય થયો છે. ગત વર્ષે આ બેઠક પરથી અરવિંદ રાણા૧૩૩૪૭ મતે જીત્યા હતા તેના કરતાં વધુ મતથી આ વખતે વિજય થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.