Western Times News

Gujarati News

૩૫ વર્ષ બાદ ઝઘડીયા બેઠક પરથી છોટુ વસાવા હાર્યા

આઝાદી પછી પહેલી વાર ઝઘડિયા બેઠક ઉપર ભાજપનું કમળ ખીલ્યું-BJPના ઉમેદવાર રિતેશ વસાવાનો 21000થી વધુ માટે ભવ્ય વિજય

ભરૂચ, છેલ્લા ૪ દાયકાથી આદિવાસી વિસ્તારમાં દબદબો ધરાવતા ઝઘડિયાથી છોટુ વસાવાની હાર થઈ છે. તેઓ સતત ૭ ટર્મથી આ બેટક પર લડતા આવ્યા છે અને જીત મેળવતા રહ્યા છે. પરંતુ આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં તેમની કારમી હાર થઈ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામને ળઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.છેલ્લા ૪ દાયકાથી આદિવાસી વિસ્તારમાં દબદબો ધરાવતા ઝઘડિયાથી છોટુ વસાવાની હાર થઈ છે. તેઓ સતત ૭ ટર્મથી આ બેટક પર લડતા આવ્યા છે અને જીત મેળવતા રહ્યા છે.પરંતુ આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં તેમની કારમી હાર થઈ છે.

ઝઘડિયા ભરૂચ જીલ્લાનો એક ભાગ છે અને આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત રાખવામાં આવી છે.આ વિધાનસભા બેઠક પર ભાજપ હજુ સુધી ખાતુ ખોલાવી શકી ન હતી પરંતુ પ્રથમ વખત ભાજપે ત્યા ખાતુ ખોલ્યું છે.
આ બેઠક પર સતત ૭ ટર્મથી એટલે કે ૩૫ વર્ષથી છોટુભાઈ વસાવા જીતતા આવ્યા છે.

Bharuch BJP candidates

વર્ષ ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવારે ભાજપ ઉમેદવાર રવજી વસાવાને હરાવીને જીત મેળવી હતી.તો વર્ષ ૨૦૧૨ ની વિધાનસભા ચૂંટણીમાં છોટુ વસાવા જનતા દળ પાર્ટી માંથી ઊભા રહ્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર બાલુભાઈ વસાવાને હરાવ્યા હતા.

ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સ્થાપક અને ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પરથી ૬ વખત ધારાસભ્ય રહી ચૂકેલા છોટુ વસાવાને ગરીબોના મસીહા કહેવામાં આવે છે.છોટુ વસાવા ગુજરાતની ૧૫ ટકા આદિવાસી વોટ બેન્ક પર પકડ ધરાવે છે.ભરૂચ અને નર્મદામાં છોટુ વસાવાનું વર્ચસ્વ જાેવા મળી રહ્યું છે.

આ વિસ્તારના લોકો છોટુ વસાવાને મસીહા માને છે. દબંગ નેતાની છાપ ધરાવતા છોટુ વસાવા પહેલા જનતા દળની ટીકીટ પરથી ચૂંટણી લડતા હતા.વર્ષ ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી પહેલા છોટુ વસાવાએ અચાનક જનતા દળ માંથી પોતાનો છેડો ફાડી લીધો હતો.ત્યાર બાદ તેમણે ભારતીય ટ્રાઈબલ પાર્ટીની રચના કરી હતી.વર્ષ ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં તેમની ભારતીય ટ્રાઈબલ પાર્ટીના બે ઉમેદવારો જીત્યા હતા.

છોટુ વસાવા ઝઘડિયા બેઠક પરથી ૭ વાર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે.વર્ષ ૧૯૯૦ માં જનતા દળ તરફથી પહેલી વાર ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને જીત મેળવી હતી.ત્યાર બાદ તેઓ સતત આ બેઠક પરથી અત્યાર સુધી ચૂંટણી જીતતા આવ્યા છે.તેમના પુત્ર મહેશ વસાવા પણ નર્મદા જીલ્લાની દેડિયાપાડા બેઠક પરથી ધારાસભ્ય હતા.

ગુજરાતની ૧૮૩ વિધાનસભા બેઠકો માંથી ૨૭ બેઠક પર આદિવાસી સમુદાયનો નોંધપાત્ર પ્રભુત્વ છે અને પાંચ જિલ્લામાં આદિવાસીઓની નોંધપાત્ર વસ્તી છે.ગુજરાતમાં ૧૫ ટકા આદિવાસી સમાજ અનેક પેટા જાતિઓમાં વહેંચાયેલો છે.

જેમાં ભીલ, દુબલા,ધોડિયા,રાઠવા,વરલી, ગાવિત, કોકણા, નાયકરા, ચૌધરી, ધનકા, પટેલિયા અને કોળી (આદિવાસીઓ) નો સમાવેશ થાય છે. બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી,મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા,ભરૂચ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ,સુરતમાં આદિવાસી સમાજના લોકો હારજીત નક્કી કરે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ તમામ પક્ષો આદિવાસીઓને રિઝવવાના પ્રયાસ કરે છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મ્‌ઁ દ્વારા આદિવાસી સમાજને પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.