Western Times News

Gujarati News

ગુજરાત, રાજસ્થાન સહિત રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો

નવી દિલ્હી, ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓયલની કિંમતોમાં આજે ઘટાડો જાેવા મળ્યો છે. બ્રેંટ ક્રૂડ ૦.૦૫ ડોલર (૦.૦૭ ટકા) ઘટીને ૯૩.૫૦ ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. ઉ્‌ૈંમાં ૦.૪૪ ડોલર (૦.૬૨ ટકા)નો ઘટાડો આવ્યો છે અહીં ૭૧.૦૨ ડોલર પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું છે.

આ બાજૂ સરકારી તેલ કંપનીઓએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર કરી દીધા છે. અહીં કેટલાય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જાેવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં ૦.૪૮ પૈસા મોંઘુ થઈને પેટ્રોલ ૧૦૯.૧૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૦.૪૩ રૂપિયાથી વધીને ૯૪.૨૮ રૂપિયા પર પહોંચી ગયું છે.

છત્તીસગઢમાં પેટ્રોલ ૦.૬૦ રૂપિયાથી વધીને ૧૦૩.૫૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૦.૫૯ રૂપિયાના ઉછાળા સાથે ૯૬.૫૫ રૂપિયા થઈ ગયું છે. આ બાજૂ પંજાબમાં પેટ્રોલાન ભાવ ૦.૩૦ રૂપિયાથી ઘટીને ૯૬.૫૯ રૂપિયા પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ અહીં ૦.૩૦ રૂપિયા સસ્તું થઈ ને ૮૬.૯૪ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

આ ઉપરાંત મહારાષ્ટ્ર, હિમાચલ અને કેરલમાં પણ ઈંધણના ભાવમાં કંઈક ઘટાડો આવ્યો છે. તો વળી ગુજરાત, જેએન્ડકે તથા ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો વધારો થયો છે. દેશના ૪ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

સવારે ૬ નાગે દરરોજ નવા પેટ્રોલ અને ડીઝલના રેટ જાહેર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન, વૈટ અને અન્ય વસ્તુઓ જાેડ્યા બાદ તેની મૂળ કિંમત કરતા ડબલ થઈ જાય છે. આ જ કારણ છે કે, પેટ્રોલ અને ડીઝલ આપણને આટલું મોંઘુ પડે છે.

આપ SMS દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલના રોજ રેટ જાણી શકશો. ઈંડિયન ઓયલના કસ્ટમર RSP અને પોતાના શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહકRSP તથા પોતાના શહેરના કોડ લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર SMS મોકલીને ભાવ જાણી શકે છે. તો વળી એચપીસીએલ ગ્રાહક HPPrice તથા પોતાના શહેરનો કોડ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મેસેજ મોકલી ભાવ જાણી શકશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.