Western Times News

Gujarati News

અબ્દુની હાઈટને ધ્યાનમાં રાખ્યા વિના મેકર્સે આપ્યો ટાસ્ક

મુંબઈ, રિયારિટી શૉ બિગ બોસ ૧૯માં જે કન્ટેસ્ટન્ટને દર્શકોએ સૌથી વધારે પ્રેમ આપ્યો છે તે છે અબ્દુ રોઝિક. અબ્દુ રોઝિકને ઘરના સભ્યો પણ જલ્દી નોમિનેટ નથી કરતા. અને જાે તે નોમિનેટ થાય તો પણ દર્શકો તેને એટલો પ્રેમ આપે છે કે તે વોટ મેળવીને જીતી જાય છે.

અબ્દુને હિન્દી બોલતા વધારે નથી આવડતુ, પણ તે બોલવાનો પ્રયત્ન કરે છે. તે ગેમ સમજવાનો પ્રયત્ન કરે છે. ઘરનો કોઈ પણ સભ્ય ઉદાસ હોય અબ્દુ તેને સાંત્વના આપવા પહોંચી જાય છે. શિવ ઠાકરે, સાજિદ ખાન, સ્ટેન, નિમૃત અને સુમ્બુલ સાથે તેનું ઘણું સારુ બોન્ડિંગ છે.

અબ્દુ રોઝિકની ક્યુટનેસ પર ફેન્સ ઓવારી ગયા છે. ગત એપિસોડમાં કંઈક એવુ થયું જેના પછી લોકો ફરી એકવાર અબ્દુના વખાણ કરી રહ્યા છે. ટિ્‌વટર પર પણ અબ્દુ રોઝિક ટ્રેન્ડ કરી રહ્યો છે.

૧૪ ડિસેમ્બરના એપિસોડમાં અર્ચના અને પ્રિયંકાની મસમોટી લડાઈ અને બૂમબરાડા પછી રાશન માટે એક ટાસ્ક આપવામાં આવ્યો. આ ટાસ્કની ડિઝાઈન એવી હતી કે અબ્દુ રોઝિક તેમાં ભાગ લઈ શકતો નહોતો. ઘરની તમામ વસ્તુઓ લારીઓમાં મૂકવામાં આવી હતી અને બઝર વાગે ત્યારે તમામ સભ્યોએ તે લારીમાંથી સામાન ઉઠાવવાનો હતો. સાજિદ ખાન અને એમસી સ્ટેન આ ટાસ્કથી બહાર રહ્યા હતા.

પણ અબ્દુએ હોંશેહોંશે તેમાં ભાગ લીધો. અબ્દુએ પણ અન્ય સભ્યોની જેમ બેગ ભરાવી. પણ બઝર વાગતાની સાથે લારીની આજુબાજુ તમામ સભ્યો ઘેરાઈ ગયા અને અબ્દુ સુધી ટોકરા સુધી પહોંચવુ લગભગ અશક્ય હતું. તેના હાથમાં માંડ કોઈ વસ્તુ આવતી હતી.

પણ તે ટાસ્કમાં જાેડાઈ રહ્યો. તેના હાથમાં જે પણ સામાન આવ્યો તે બેગમાં મૂકતો રહ્યો. ખાણી-પીણીનો જે સામાન જમીન પર પર પડી જતો હતો તે પણ તે ઉઠાવી લેતો હતો.

ટાસ્કમાં ભાગ ન લેનારા સાજિદ અને સ્ટેન પણ ચર્ચા કરે છે કે શું ખરેખર આ ટાસ્ક અબ્દુ માટે યોગ્ય છે? ટિ્‌વટર પર એક યુઝરે લક્યું કે, આ ટાસ્ક દેખીતી રીતે અબ્દુ રોઝિક માટે યોગ્ય નહોતો. પણ તેણે ફરિયાદ કર્યા વિના ચહેરા પર સ્માઈલ સાથે તે ચાલુ રાખ્યો. તેણે આ ટાસ્કને એન્જાેય કર્યો. અબ્દુ રોઝિક પર ગર્વ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, આ યુવક ખરેખર સ્ટ્રોન્ગ છે અને જીવનમાં તે વિજેતા છે.

તેને રાશનની વસ્તુઓ મળતી નહોતી તો પણ તે હસતો રહ્યો હતો. તેણે ફરિયાદ પણ ના કરી અને વિક્ટિમ કાર્ડ પણ ના ચલાવ્યું. આ સિવાય લોકોએ શિવ ઠાકરેના પણ વખાણ કર્યા. કારણકે શિવ ઘણી વસ્તુઓ અબ્દુની બેગમાં મૂકી રહ્યો હતો અને તેની મદદ કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે ટીના દત્તા, શાલીન ભનોટ, શિવ ઠાકરે અને સાજિદ ખાનને નોમિનેટ કરવામાં આવ્યા છે.

પરંતુ આ અઠવાડિયે મેકર્સે વોટિંગ લાઈન્સ બંધ કરી છે. માટે આ અઠવાડિયે કોણ બેઘર થશે તે દર્શકોના વોટ્‌સ પર આધારિત નહીં હોય.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.