Western Times News

Gujarati News

ઘણા બોલિવૂડ એક્ટર્સને નથી પસંદ મોંઘી ગાડીઓ

મુંબઈ, બોલિવૂડ એક્ટર જૉન અબ્રાહમને ઈસુઝુ વી-ક્રોસ કાર ખૂબ પસંદ છે. જ્યારે એક્ટર કુણાલ ખેમુને મહિન્દ્રા થાર પસંદ છે. આ સિવાય બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાને પણ મહિન્દ્રા થાર પસંદ છે. તે મુંબઈમાં ઘણીવખત ગ્રે કલરની મહિન્દ્રા થાર સાથે જાેવા મળે છે.

એક્ટર નાના પાટેકર પાસે મહિન્દ્રા જીપ સીજે૪એ છે. જે તેઓની પ્રિય કાર છે. આ સિવાય એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પાસે મારુતિ બ્રેઝા એસયુવી તેના કરિયરના શરૂઆતના દિવસોમાં હતી. આ સિવાય રિયા ચક્રવર્તી અને જેક્લિન ફનાર્ન્ડિઝ પાસે જીપ કંપાસ છે.

ત્યારે ઈશા ગુપ્તા પાસે ફોર્ડ ઈકોસ્પોર્ટ એસયુવી છે. બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. સુપરહિટ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’એ બોક્સ ઓફિસ પર રૂપિયા ૧૭૮ કરોડથી પણ વધુની કમાણી કરી છે.

‘ભૂલ ભુલૈયા ૨’ના પ્રોડ્યુસર ભૂષણ કુમારે કાર્તિક આર્યનને નારંગી રંગની સ્પોર્ટ્‌સ કાર ગિફ્ટ આપી છે. આ એક એવી કાર છે જેને લૉન્ગ ડિસ્ટન્સ ડ્રાઈવિંગ અને હાઈ સ્પીડને ધ્યાનમાં રાખતા ડિઝાઈન કરવામાં આવી છે. રિપોર્ટ્‌સ મુજબ, આ કારની કિંમત આશરે ૪ કરોડ રૂપિયા છે.

નોજ બાજપેયી પોતાની મોઘી કારમાં જાેવા મળ્યો છે. આ ખૂબ મોંઘી અને લગ્ઝુરિયસ એસયુવી છે. મનોજ બાજપેયીની આ ગાડી ખૂબ સ્ટાઈલિશ અને સફેદ કલરની છે. આ ગાડીની કિંમત રૂપિયા ૮૮ લાખ કરતા પણ વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે.

એવું નથી કે મનોજ બાજપેયીની આ સૌપ્રથમ મોંઘી કાર છે. મનોજ બાજપેયી પાસે બીએમડબ્લ્યુ ૫ સિરીઝ, મર્સિડીઝ જીએલઈ કૂપે, ટોયાટો લેન્ડ ક્રૂઝર પ્રાડો જેવી કાર પણ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ તમામ ગાડીઓ રૂપિયા ૫૦ લાખથી સવા કરોડ વચ્ચેની કિંમતની છે. ટીવીના જાણીતા એક્ટર રામ કપૂર અને પત્ની ગૌતમી કપૂરએ શાનદાર લગ્ઝરી લાલ રંગની ફરારી કાર ખરીદી છે. આ કારની કિંમત અંદાજિત ૩.૫ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળે છે. આ કાર ઈટાલિયન ૪ સીટર કાર હોવાનું પણ જાણવા મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.