Western Times News

Gujarati News

દિશા સાથે સારા સંબંધ રાખે છે ટાઈગર શ્રોફની મમ્મી

મુંબઈ, બોલિવૂડ સ્ટાર્સની જાેડીઓમાં દિશા પાટની અને ટાઈગર શ્રોફનું નામ પણ લેવામાં આવતુ હતું. પરંતુ થોડા સમય પહેલા જ તેમણે પોતાના રસ્તા અલગ કરી લીધા છે.

બ્રેક-અપ પછી તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહ્યા છે. તેવામાં એવી અટકળ પણ શરુ થઈ છે કે દિશા પાટની હવે મોડલ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે રિલેશનશિપમાં છે. તે ઘણીવાર સાથે જાેવા પણ મળે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ એલેક્ઝાન્ડર સાથે એક મજાનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં બન્ને ડાન્સ અને મસ્તી કરી રહ્યા છે.

વીડિયોમાં જાેઈ શકશો કે દિશા અને એલેક્ઝાન્ડર બન્ને બાથરોબમાં છે. તેમણે માથા પર પણ રૂમાલ વીંટાળેલા છે. તેમના હાથમાં માઈકના સ્થાને શેમ્પુની બોટલ છે અને તેઓ ગીત ગાતા હોય તેવી એક્ટિંગ કરી રહ્યા છે. દિશા અને એલેક્ઝાન્ડર એકદમ મસ્તીના મૂડમાં જાેવા મળી રહ્યા છે. તેમના ફની ડાન્સ મૂવ્સ જાેઈને ફેન્સ પણ લાફિંગ વાળા ઈમોજી કમેન્ટ સેક્શનમાં પોસ્ટ કરી રહ્યા છે.

દિશા પાટનીના આ વીડિયો પર એક કમેન્ટ જેણે સૌનું ધ્યાન ખેંચ્યુ છે તે છે આયશા શ્રોફની કમેન્ટ. આયશા શ્રોફ એટલે દિશાના એક્સ બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફની મમ્મી. તેમણે દિશા પર પ્રેમ વરસાવ્યો છે. કમેન્ટ સેક્શનમાં તેમણે લાફિંગ ઈમોજી મૂક્યા છે અને સાથે એક રેડ હાર્ટ ઈમોજી પણ મૂક્યું છે. આ કમેન્ટ પરથી લાગી રહ્યું છે કે બ્રેકઅપ પછી પણ આયશા શ્રોફના દિશા સાથે સારા સંબંધો જળવાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક ઈન્ટર્વ્યુ દરમિયાન એલેક્ઝાન્ડરે પોતાના અને દિશાના રિલેશનશિપ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, હું જાેઈ રહ્યો છું કે પાછલા થોડા સમયથી આ પ્રકારની અટકળો ચાલી રહી છે. પણ હકીકત અમે જાણીએ છીએ.

મને સમજાતું નથી કે કેમ લોકો આ પ્રકારની ધારણાઓ બાંધે છે. લોકો શાંતિથી પોતાનું જીવન પસાર કેમ નથી કરી શકતા. અમે આ પ્રકારની તમામ સ્ટોરી વાંચીને હસીએ છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.