Western Times News

Gujarati News

ચૂંટણીના આ દસ પાઠ કોંગ્રેસે ભાજપ પાસેથી શીખવા જાેઈએ

કોંગ્રેસને હાલ હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં વિજય મળ્યો હોવા છતાં પક્ષની ઉજવણી નિસ્તેજ રહી હતી તથા ભાવિ આશાને લઈને તેના કોઈ નેતાએ સંબોધન કર્યું નથી. ચૂંટણીની વ્યુહરચના અને તેના વિજયની ઉજવણી અંગે કોંગ્રેસે ભાજપ પાસેથી ઘણું શીખવા જેવું છે

દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસે ચૂંટણીને લગતા ૧૦ પાઠ ભાજપ પાસેથી શીખવા જાેઈએ. (૧) વિજયની ઉજવણી કેવી રીતે કરવી ઃ ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નોંધપાત્ર અને જવલત વિજય મેળવ્યો છે અને બાવન ટકા મત ટકાવારી સાથે ગુજરાતમાં સતત સાતમી વાર સત્તામાં આવ્યો છે, જાેકે તેનો હિમાચલ પ્રદેશમાં પરાજય થયો છે. જાેકે બંને પક્ષોની વિજય અંગેની પ્રતિક્રિયા વિરોધાભાસ રહી છે. ભાજપનો મિજાજ ઉત્સાહપૂર્વક રહ્યો હતો અને ઉર્જાથી ભરપુર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના મુખ્યાલયમાં જાેરદાર ભાષણ આપ્યું અને આગામી મોટી ચૂંટણી લડાઈ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા કાર્યકરોને આહ્‌વાન કર્યું હતું, જયારે કોંગ્રેસનું કાર્યાલય સુમસામ ભાસતું હતું અને પક્ષે હિમાચલ પ્રદેશ ભાજપ પાસેથી છીનવી લીધું હોવા છતાં ભાવિ આશા અંગે સંબોધન કરનાર કોઈ નેતા ત્યાં હાજર નહોતા. ભાજપ સાથે સીધી લડાઈમાં ર૦૧૮ બાદ આ મોટો વિજય છે. વિજય બાદ કાર્યકર્તાઓમાં કેવી રીતે સકારાત્મક ઉર્જાનો સંચાર કરવો જાેઈએ એ કોંગ્રેસે ભાજપ પાસેથી શીખવું જાેઈએ. મીડિયાના આ યુગમાં જે દેખાય છે તે વેચાય છે.

(ર) ચૂંટણીઓ માટેની ભૂખ ભાજપ પ્રત્યેક ચૂંટણીને જંગ તરીકે જુએ છે અને વિજયી બનવાનો ઈરાદો સેવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દિવસ-રાત જાેયા વગર પ્રચાર કર્યો હતો. કોંગ્રેસની નેતાગીરી ભારત જાેડો યાત્રામાં વ્યસ્ત હતી જેને ‘નિરાશા’ના એક સંકેત તરીકે જાેવામાં આવી રહી છે કોંગ્રેસે એ વાત શીખવી જાેઈએ કે ચૂંટણીપ્રચારથી માહોલ ઉભો થાય છે અને પક્ષને એક ગતિશીલ પરિબળ તરીકે આગળ વધારવામાં મદદ મળે છે.

(૩) કઠોર નિર્ણયો લેવા ઃ કોવિડ બાદ લોકોના અસંતોષનો તાગ મળતાં જ ગુજરાતની સમગ્ર કેબિનેટ (મુખ્ય પ્રધાન સહિત)ને ર૦ર૧માં રાતોરાત બદલી દેવામાં આવી હતી. ભાજપે ૪૪ જેટલા વિધાનસભ્યોને ચૂંટણીમાં ઉમેદવારી પણ આપી નહોતી. જાેકે આનાથી વિપરીત રાજસ્થાનમાં કોંગ્રેસે કોઈ પણ નિર્ણયાત્મક કાર્યવાહી હાથ ધર્યા વિના રાજકીય અસંતોષની તલવાર હજી પણ લટકતી રાખી છે.

(૪) ટીકાકારોને પણ સાથે લીધા ઃ ચૂંટણીની વાત આવે છે ત્યારે ભાજપ વૈચારિક રીતે જડ નથી. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા પક્ષની ટીકા કરનારાઓને પણ પક્ષમાં આવકારવામાં આવ્યા અને તેઓ જીતી શકે તેમ છે એવું લાગતા તેમને ઉમેદવારી આપવામાં પણ છોછ રખાયો નહોતો. તો કોંગ્રેસના નેતૃત્વનું માનવું છે કે જેઓ પક્ષ છોડી જવા માગે છે તેઓ પક્ષ છોડી શકે છે તેમને મનાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી.

(પ) પ્રતિભાશાળી વ્યક્તિઓથી ગભરાવવું ન જાેઈએ ઃ ભાજપ હાલ ગુજરાતની આગામી પેઢીના નેતા તરીકે મજૂરાના ૩૭ વર્ષના વિધાનસભ્ય હર્ષ સંઘવીને પલોટી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને હિન્દુત્વના આગામી ચહેરા તરીકેની ઓળખ ઉભી કરવા દેવાની છૂટ અપાઈ છે. આનાથી વિપરીત કોંગ્રેસ તેના ત્રણ વખતના સાંસદ શશી થરૂરને બળવાખોર ગણી રહી છે. કેરળ કોંગ્રેસના નેતાઓ પણ શશી થરૂરથી અળગા રહે છે અને તેમના પ્રયાસોમાં ભાંગફોડ કરવાનો પ્રયાસ કરતા રહે છે.

(૬)મીડિયા ગેમને રમો ઃ ભાજપ મીડિયામાં પોતાના વિચારો રજુ કરવામં કયારેય પાછીપાની કરતો નથી. એવી દલીલ કરાય છે કે ભાજપ મીડિયામાં એકતરફી પ્રસિદ્ધિ માટે ઉત્સુક હોય છે અને તેના ટોચના નેતાઓ પણ મુકત અને નિખાલસ પત્રકાર પરિષદો યોજવાનો ઈનકાર કરતા હોય છે કોંગ્રેસની સંદશવ્યવહાર વ્યુહરચના સુઘરી છે પરંતુ પક્ષ મીડિયા સાથે જાેઈએ તેટલો ઓતપ્રોત થતો નથી.

(૭) સૂક્ષ્મ સ્તરીય ચૂંટણી પ્રબંધન ઃ પાના પ્રમુખથી આગળ વધીને ભાજપે હવે પેજ સમિતિઓની રચના કરી છે, જે પાંચ સભ્યની સંરચના હોય છે અને તે પ્રત્યેક ૩૦ મતદારોને નિશાન બનાવે છે. આવી સૂક્ષ્મ સ્તરીય વ્યવસ્થાથી મતદારો સતત પક્ષ સાથ હંમેશ માટે સંકળાયેલા રહે છે. ભાજપનું બૂથ સ્તરનું પ્રબંધન ભાજપની જમીની સ્તરની રમતની તોલે આવે તેમ નથી.

(૮) કોઈ પણ બેઠક જીતી ન શકાય એમ ન માવું ઃ ભાજપે ઉત્તર પ્રદેશમાં રામપુર બેઠક જીતી લીધી છે, જે દાયકાઓથી સમાજવાદી પક્ષના ધુરંધર આઝમ ખાનનો ગઢ રહી છે. જેને કોઈ પડકારી શકતું ન હતું એક વર્ષ પહેલા કોઈ વિચારી શકતું ન હતું કે ભાજપ રામપુરની બેઠક જીતી શકે. ર૦૧૭માં ગુજરાતમાં પીછેહઠ થવા લાગી ત્યારથી જ ભાજપ સક્રિય થઈ ગયો હતો અને તમામ નબળાઈઓ દૂર કરી હતી. આનાથી વિપરીત કોંગ્રેસે ગુજરાતમાં આશા જ છોડી દીધી હતી અને હારની માનસિકતા સાથે જ ચૂંટણીમાં ઉતર્યા હતા.

(૯) પક્ષના ઘડતર માટે સંસાધનોનો ઉપયોગ કરવો ઃ આજે ભાજપ સાધન સંપન્ન પક્ષ છે અને રાજકીય ભંડોળ પર ઈજારાશાહી ધરાવે છે. આમ છતાં પક્ષની યંત્રણાને ઘડવા પાછળ મોટાભાગના નાણાં ખર્ચવામાં આવે છે. કોંગ્રેસ તો દાયકાઓ સુધી સત્તા પર હતી, પરંતુ પક્ષના સંસ્થાકીય માળખાની કયારેય કાયાપલટ કરવામાં આવી નથી. વ્યક્તિગત રીતે નેતાઓ પર સાધન સંપન્ન થવાના આરોપો મુકાતા આવ્યા છે.

(૧૦) કયારે પણ ચૂંટણીના રાજકારણથી નજર ન હટાવવી ઃ ભાજપની ટોચની નેતાગીરી પર એવો આરોપ મુકવામાં આવે છે કે તેઓ હંમેશા ચૂંટણીના મિજાજમાં જ હોય છે ! ભાજપના પ્રત્યેક નેતાના ‘જાેબ પ્રોફાઈલ’માં ર૪ કલાક કાર્યકર્તા હોવાનું જણાવવામાં આવે છે. ચૂંટણીના રાજકારણથી હાલ દૂર રહીને ભારત જાેડો યાત્રા કાઢવી અને પછી એમ પણ કહેવું કે આ યાત્રા ચૂંટણી જીતવા માટે નથી એ કોંગ્રેસની ટૂંકી દૃષ્ટિ છે.કોંગ્રેસે ગાંધીજીના જન્મસ્થળથી સરદાર પટેલના જન્મ સ્થળ સુધી યાત્રા કેમ ન કાઢી ? આ ભારત જાેડો યાત્રા શા માટે ગુજરાતથી બહાર રહી ? કોંગ્રેસે ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી નબળો દેખાવ કરતા આ સવાલ પક્ષને હંમેશા સતાવતો રહેશે, કારણ કે એક કાળે કોંગ્રેસ અહી બહુ મોટો વોટ શેર ધરાવતી અને અજેય ગણાતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.