Western Times News

Gujarati News

કિડની-લિવરની એક સાથે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ

Robotic-assisted surgery finds growing acceptance in India as Intuitive hits the milestone of 100 surgical systems in the country

ભુજના મહિલા તબીબના અંગો અમદાવાદ લવાયા

અમદાવાદ,  અમદાવાદ શહેરની એક હોસ્પિટલમાં લિવરને લગતી ગંભીર બીમારીના શિકાર એક દર્દીની સર્જરી કરવામાં આવી. આ કેસ મહત્વનો એટલા માટે હતો કે દર્દીની કિડની પણ ફેઈલ થઈ ગઈ હતી. માટે ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી એક જ સાથે કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં આવેલી કેડી હોસ્પિટલમાં આ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. કેડી હોસ્પિટલના એક કર્મચારી જણાવે છે કે, ભુજ શહેરમાં એક ૬૭ વર્ષીય મહિલા તબીબને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા થોડા સમય પછી તેમને બ્રેઈન-ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

તેમના પરિવારની મંજૂરી મળ્યા પછી બન્ને કિડની, લિવર અને કોર્નિયા દાન કરવામાં આવ્યા હતા. કેડી હોસ્પિટલની એક ટીમ ભુજ પહોંચી હતી અને આ અંગોને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદ અને ભુજ બન્ને શહેરોમાં એરપોર્ટ અને હોસ્પિટલ વચ્ચે ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યા હતા.

નિષ્ણાંત ડોક્ટર દિવાકર જૈન, ડોક્ટર અમિત શાહ, ડોક્ટર વિસ્મિત જાેશીપુરા, ડોક્ટર શ્રેણિક શાહ, ડોક્ટર કિરીટપાલ વિશાણા, ડોક્ટર તેજાંશુ શાહ અને ટીમના બાકીના સભ્યોએ મળીને કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટનું આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યુ હતું.

લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જર ડોક્ટર દિવાકર જૈન જણાવે છે કે, આ પ્રકારના કેસમાં સમય ઘણો મહત્વનો હોય છે. અમે જાેયું કે, આ રીતે એક સાથે બે અંગો ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીનો જીવ બચાવવાની તક ભાગ્યે જ મળતી હોય છે. જ્યારે કોઈ દર્દીની એક કરતા વધારે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવામાં આવે છે

ત્યારે આયોજનની ખાસ જરૂર હોય છે. અહીં જાેખમ ઘણું વધારે હોય છે માટે નિષ્ણાંતોની જરૂર પણ વધારે હોય છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ નિષ્ણાંતોને હાજર રાખવામાં આવે છે. નિષ્ણાંતો નક્કી કરે છે કે કયા અંગની સર્જરી પહેલા કરવી.

યુરોલોજીસ્ટ ડોક્ટર શ્રેણિક શાહ જણાવે છે કે, લોકોમાં અંગદાન બાબતે જાગૃતિ વધવી જાેઈએ જેથી મહત્તમ લોકોના જીવ બચાવી શકાય. કેડી હોસ્પિટલના મેનેજીંગ ડાઈરેક્ટર ડોક્ટર અદિત દેસાઈ જણાવે છે કે, હોસ્પિટલમાં અત્યાર સુધી ૫૨ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી છે,

જેમાં ૪૫ કિડની અને સાત લિવરની સર્જરી છે. જે લોકોને જીવવા માટે ટ્રાન્સપ્લાન્ટ અંતિમ વિકલ્પ બાકી રહે છે તેમના માટે અંગદાન વરદાન સમાન છે. અમે આ સાથે સંકળાયેલા તમામ લોકોના આભારી છીએ.

સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેનના અધિકારી જણાવે છે કે રાજ્યમાં આ પ્રકારની માત્ર છ સર્જરી થઈ છે અને મોટાભાગની ૈંદ્ભડ્ઢઇઝ્રમાં કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે લોકોમાં હવે અંગદાનને લગતી જાગૃતિ વધી રહી છે. ડોક્ટરોના સમજાવવા પર પરિવારના સભ્યો અંગદાન કરવા માટે રાજી થઈ જતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.