Western Times News

Gujarati News

બિલાવલની ટિપ્પણી પર બોલ્યા શશિ થરૂર

જ્યારે દેશની વાત આવે તો આપણે બધા એકઃ થરૂર-શશિ થરૂરે કહ્યુ કે, જ્યારે દેશની વાત આવે છે તો અમે એક છીએ, આ વાત દુશ્મનોએ સમજી લેવાની જરૂર છે

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બિલાવલ ભુટ્ટોએ જે અભદ્ર ટિપ્પણી કરી હતી, તેના પર દેશમાં જાેરદાર બબાલ થઈ રહી છે. એક તરફ પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં છે તો આ મામલાને લઈને ભારતના દરેક નેતા એક સાથે જાેવા મળી રહ્યાં છે. હવે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલના નિવેદન પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે પોતાની પ્રતિક્રિયા આપી છે.

શશિ થરૂરે કહ્યુ કે, જ્યારે દેશની વાત આવે છે તો અમે એક છીએ. આ વાત દુશ્મનોએ સમજી લેવાની જરૂર છે. તેમણે ટ્‌વીટ કરતા કહ્યું કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશ માટે ઉભા રહેવાની વાત આવે તો આપણે બધા એક છીએ. આપણા દુશ્મનો અને શુભચિંતકોને એ સમજી લેવાની જરૂર છે કે જ્યારે આપણા દેશનું સ્વાભિમાન સામેલ હોય ત્યારે ભારતમાં રાજકારણ અટકી જાય છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે બિલાવલ ભુટ્ટોના નિવેદનની નિંદા કરતા કહ્યું કે કોઈને ભારતના પ્રધાનમંત્રી વિશે આ પ્રકારનું નિવેદન આપવાનો અધિકાર નથી. તેમણે રાજકીય કે કૂટનીતિક રૂપથી જવાબ આપવાની માંગ પણ કરી હતી. આ સાથે ભૂપેશ બધેલે કહ્યું હતું કે અમારી અલગ-અલગ રાજકીય વિચારધારાઓ છે પરંતુ આ દેશ વિશે અને મોદી આપણા પ્રધાનમંત્રી છે. આપણે બધા પ્રધાનમંત્રીની સાથે છીએ.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મળેલી ઠપકો બાદ ગુસ્સે ભરાયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ન્યૂયોર્કમાં તેમની પ્રેસ મીટમાં પીએમ મોદીને “ગુજરાતનો કસાઈ” કહ્યા હતા. તેણે કહ્યું હતું કે ઓસામા બિન લાદેન મરી ગયો છે, પરંતુ ગુજરાતનો કસાઈ નરેન્દ્ર મોદી હજી જીવે છે.

સંયુક્ત રાષ્ટ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદન પર ભારત દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ભારતે પાકિસ્તાની વિદેશ મંત્રીના નિવેદનને ‘અસંસ્કારી’ ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે (૧૬ ડિસેમ્બર) કહ્યું કે આ ટિપ્પણીઓ પાકિસ્તાન માટે નવું નીચેનું સ્તર છે.

પાકિસ્તાનના વિદેશમંત્રી દેખીતી રીતે ૧૯૭૧માં આ દિવસને ભૂલી ગયા છે, જે બંગાળીઓ અને હિન્દુઓ વિરુદ્ધ પાકિસ્તાની શાસકો દ્વારા આચરવામાં આવેલા નરસંહારનું સીધું પરિણામ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.