Western Times News

Gujarati News

ઝેરી દારૂ પીવાથી છેલ્લા ૬ વર્ષમાં હજારો લોકોના મોત

ભારતમાં ૨૦૧૬ થી ૨૦૨૧ સુધીના છ વર્ષના ગાળામાં ઝેરી દારૂના કારણે કુલ ૬,૯૫૪ લોકોના મોત થયા છે

નવી દિલ્હી,  ભારતમાં ઝેરી દારૂ પીવાથી છેલ્લા છ વર્ષમાં લગભગ સાત હજાર લોકોના મોત થયા છે. મૃત્યુના સૌથી વધુ કેસ મધ્યપ્રદેશ , કર્ણાટક અને પંજાબમાં નોંધાયા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો ( દ્ગઝ્રઇમ્ ) ના ડેટા પરથી આ માહિતી મળી છે. નોંધપાત્ર રીતે, છેલ્લા બે-ત્રણ દિવસમાં, બિહારમાં ઝેરી દારૂ પીવાથી ૩૦થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે રાજ્યમાં ૨૦૧૬થી સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં છે.

દ્ગઝ્રઇમ્ના ડેટા અનુસાર, દેશમાં નકલી દારૂના સેવનથી વર્ષ ૨૦૧૬માં મૃત્યુના ૧,૦૫૪ કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ ૨૦૧૭માં ૧,૫૧૦ લોકોના મોત, ૨૦૧૮માં ૧,૩૬૫, વર્ષ ૨૦૧૯માં ૧,૨૯૬ અને ૯૪૭ લોકોના મોત થયા હતા.

આંકડાનાં અનુસાર, વર્ષ ૨૦૨૧માં દેશભરમાં ઝેરી દારૂ પીવાથી ૭૦૮ ઘટનાઓમાં ૭૮૨ લોકોના મોત થયા હતા. આ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧૩૭, પંજાબમાં ૧૨૭ અને મધ્ય પ્રદેશમાં ૧૦૮ લોકોના મોત થયા છે. દ્ગઝ્રઇમ્ અનુસાર, ભારતમાં ૨૦૧૬ થી ૨૦૨૧ સુધીના છ વર્ષના ગાળામાં ઝેરી દારૂના કારણે કુલ ૬,૯૫૪ લોકોના મોત થયા છે.

આ રીતે જાેઈએ તો દેશમાં દરરોજ સરેરાશ ત્રણથી વધુ લોકો ઝેરી દારૂના કારણે મૃત્યુ પામી રહ્યા છે. માહિતી અનુસાર, ૨૦૧૬ અને ૨૦૨૧ વચ્ચે મધ્યપ્રદેશમાં સૌથી વધુ ૧,૩૨૨ લોકોના મોત થયા હતા, જ્યારે આ સમયગાળા દરમિયાન કર્ણાટકમાં ૧,૦૧૩ અને પંજાબમાં ૮૫૨ લોકોના મોત થયા હતા.

૧૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ, બહુજન સમાજ પાર્ટી (મ્જીઁ)ના સાંસદ કુંવર દાનિશ અલીના લોકસભામાં ઝેરી દારૂના કારણે થયેલા મૃત્યુ અંગેના પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ૨૦૧૬ થી ૨૦૨૦ સુધીના દ્ગઝ્રઇમ્ના આંકડા રજૂ કર્યા હતા.

આંકડના અનુસાર, ૨૦૧૬થી ૨૦૨૧ની વચ્ચે, ઉત્તર પ્રદેશમાં ૪૨૫ ઝેરી દારૂના કેસો નોંધાયા હતા, રાજસ્થાનમાં ૩૩૦, ઝારખંડમાં ૪૮૭, હિમાચલ પ્રદેશમાં ૨૩૪, હરિયાણામાં ૪૮૯, ગુજરાતમાં ૫૪, છત્તીસગઢમાં ૫૩૫, બિહારમાં ૨૩. આંધ્રપ્રદેશમાં ૨૯૩ અને પશ્ચિમ બંગાળમાં ૨૪ લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન ઝેરી દારૂએ પુડુચેરીમાં ૧૭૨ અને દિલ્હીમાં ૧૧૬ લોકોના જીવ લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.