Western Times News

Gujarati News

કટલરીની લારી ચલાવતા પિતાનો પુત્ર સેનામાં લેફટનન્ટ બનશે

પ્રતિકાત્મક

સુરત, સુરત સહિત દક્ષિણ ગુજરાતની યુવા પ્રતિભાઓ સમયાંત્તરે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી શહેરનું ગૌરવ વધારે રાખે છે. નબળી, આર્થિક પરિસ્થિતિ હોવા સાથેે પણ વિવિધ પરીક્ષાઓમાં ઝળહળતું પરિણામ-પ્રદર્શન કરનારા વિદ્યાર્થી યુવાનોની લાંબીલચક યાદી છે. આ યાદીમાં વધુ એક નામનો ઉમેરો થવા પામ્યો છે.

જે અંતર્ગત કટલરીની લારી ચલાવતા પિતાનો પુત્ર દેવેન્દ્ર પાટીલ નેશનલ ડીફેન્સ એકેડેમી એટલે કે ભારતીય સેનામાં જાેડાવા માટેની જરૂરી પરીક્ષાઓ પાસ કરી છે. સરકારી શાળામાં ભણેેલો વિદ્યાર્થી દેવેન્દ્ર પાટીલ ભારતીય સેનામાં લેફટનન્ટ તરીકે જાેડાશે.

સુરતમં નવાગામ વિસ્તારાં રહેતા ૧૮ વર્ષીય દેવેન્દ્ર પાટીલે નેશનલ ડીફેન્સ એકડેમીની પરીક્ષા પાસ કરી હતી. દેવેન્દ્રનના પિતા સંજયભાઈ કટલરીની લારી ચલાવે છે. મૂળ મહારાષ્ટ્રના વિંચુર ગામના વતની એવા દેવેન્દ્રએ નવગામમાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મરાઠી શાળમાંથી ધો.૧ થી ૧૦ સુધીનું શિક્ષણ મેળવ્યુ હતુ. છેલ્લા બે વર્ષથી નેશનલ ડીફેન્સ એકેડેમીની પરીક્ષાની તડામાર તૈયારીઓ કરવા લાગ્યો હતો.

પરીક્ષાની તૈયારી શરૂ કરવાની સાથે જ દેવેન્દ્રએ મોબાઈલનો ઉપયોગ પણ મર્યાદિત- સીમિત કરી નાંખ્યો હતો. અને પરીક્ષા પર જ પૂરતું ધ્યાન આપવા લાગ્યો હતો. સોશ્યલ મીડીયાનો ઉપયોગ તો સાવ બંધ કરી દીધો હતો. તેમજ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે સતત પરિશ્રમ કરતો હતો.

રોજ સવારે ૧પ મીનીટ પ્રાણાયામ અને ૧.૩૦ કલાક દોડની પ્રેક્ટીસ કરી હતી. રોજના ૧૬ કલાક જેટલુ વાંચન કરી લેખિત પરીક્ષા સંબંધિત તમામ તૈયારીઓ કરી હતી.

દેવન્દ્ર પાટીલે જણાવ્યુ હતુ કે નેશનલ ડીફેન્સ એકેડેમીની લેખિત પરીક્ષા ગત ૧૦મી એપ્રિલે આપી હતી. તેમાં ૪૧પ સ્કોર થયો હતો. ત્યારબાદ ઈન્ટરવ્યુ લેવાયો હતો. લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુ મળીને ૭૦ર સ્કોર કરતાં મેરિટમાં નામ આવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.