Western Times News

Gujarati News

ભારતીય કિસાન સંઘ ધનસુરા તાલુકાના કાર્યકર્તાઓ ચલો દિલ્હી કિસાન ગર્જના રેલીમાં જવા રવાના

(પ્રતિનિધિ) બાયડ, ભારતીય કિસાન સંઘ ધનસુરા તાલુકાના સક્રિય કાર્યકર્તાઓ ચલો દિલ્હી કિસાન ગર્જના રેલીમાં રેલીમાં જવા માટે ધનસુરા માર્કેટ યાર્ડ ખાતે આવેલ ભારતીય કિસાન સંઘના કાર્યાલય થી સૌ ગાડીમાં બેસીને બપોરના એક વાગે રવાના થયા હતા ખેડૂતોના સળગતા પ્રશ્નો જેમાં ખેતી પકવવામાં લાગતો ખર્ચો તથા તેના ઉપર ખેડૂતના જમીનનું ભાડું ખેડૂતની મજૂરી તથા ૧૫% નફો ચડાવી ખેડૂતોને પોસાય તેવો ભાવ નક્કી કરવું સાથે સાથે ખેડૂતના કોઈપણ સાધન ડીઝલ બિયારણ ખાતર કે કોઈપણ વસ્તુ ઉપર લાગતો જીએસટી સંપૂર્ણ નાબૂદ કરવું આગળ બીજાે એક પ્રશ્ન જિનેટિક મોડીફાઇડ રાયડો નું બિયારણ સરકારને મંજૂરી આપવાની ના કહેવી જેનો વિરોધ કરવો અને સાથે ખેડૂત ને મળતો વિમાનો લાભ ૬૫ વર્ષ સુધી છે જે ખેડૂત જીવે છે ત્યાં સુધી ખેતી કરે છે માટે તેને જીવે ત્યાં સુધી લાભ મળવો જાેઈએ નહીંતર ૬૫ વર્ષ પછી પેન્શન મળવું જાેઈએ આવી મુખ્ય માગણીઓ લઈને ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય લેવલે એક દિવસીય કાર્યક્રમ દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં રાખેલ છે તો ત્યાં ભારતભરમાં થી લાખો ખેડૂતો કિસાનો ભેગા થશે અને પોતાની માગણીઓ બુલંદ કરશે જય જવાન જય કિસાન જય બલરામ ભારત માતાકી જય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.