Western Times News

Gujarati News

નાયક ફળીયાના સ્થાનિકો પાકા રસ્તાના અભાવથી પરેશાન

ચુંટણી આવે નેતાઓ દારૂ અને ચાદરો વેચી જતાં રહે છે પણ રોડ નથી બનતો સ્થાનિકો

(પ્રતિનિધિ) વીરપુર, સૌનો સાથ, સૌનો વિકાસ, તેવી વાતો સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે, છેવાડાના કેટલાય એવા ગામડાઓ છે કે જયાં આજે પણ પ્રાથમિક સુવિાધાઓ પણ મળતી નથી શાળાઓમાં શિક્ષકો હોતા નાથી, પાકા રસ્તાના ઠેકાણા હોતા નાથી તો આરોગ્ય કેન્દ્રોમાં ડોકટરોની ઘટ હોય છે રાજકીય વિખવાદના લીધે ગામડાઓના વિકાસને રોક લાગી હોય તેવું લાગી રહ્યું છેવિરપુર તાલુકાના ભાટપુર ગ્રામ પંચાયત હસ્તક આવતા નાયક વિસ્તારનો એક કિ.મી.નો માર્ગ આઝાદીના આટલા દાયકાઓ બાદ પણ બન્યો નથી.

કેટલાય વર્ષાથી આ માર્ગ ઠેરનો ઠેર કાચો છે તો ગ્રામજનોને તો હાલાકી પડે છે સાથોસાથ વિદ્યાર્થીઓને પણ અવરોધ થાય છે એકતરફ રાજ્ય સરકાર ગામડાઓને શહેર સમક્ષ બનાવવાની વાતો કરી રહી છે તો બીજી તરફ તાલુકાના ભાટપુર ગામના લોકોએ આઝાદી બાદ ગામને જાેડતો પાકો રસ્તો જાેયો નથી નાયક વિસ્તારને જાેડતો એક કિલોમીટરનો રસ્તો વર્ષોની માંગ બાદ પણ નહીં બનતા અહીંના લોકોને ચોમાસા દરમિયાન કાદવ કીચડ ડહોળીને રસ્તો પસાર કરવો પડી રહ્યો છે કોઈ બીમાર પડે તો આ જગ્યામાં એમ્બ્યુલન્સ તો દૂર પણ ટ્રેકટર પણ પહોંચી શકતું નથી.

જેના કારણે દર્દીને સ્થાનિકોની મદદથી ઝોળી બનાવી તેમાં બેસાડી દવાખાના સુધી પહોંચાડવા પડે છે ગામના આ વિસ્તારના લોકો પશુપાલન પર ર્નિભર હોય પશુઓ માટેનો ચારો કે દાણ પણ કીચડ ખૂંદી પશુપાલકોને રસ્તાના અભાવે લઈ જવો પડતો હોય છે આ માર્ગ માટે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા સરકારમાં દરખાસ્ત કરી હોવા છતાં આ માર્ગ પાકો નહીં બનતા લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે આવનાર દિવસોમાં નાયક વિસ્તારને જાેડતો નવા રોડની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો ઈચ્છી રહ્યા છે..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.