Western Times News

Gujarati News

ટપાલ સેવાના બહોળા પ્રચાર માટે અધિવેશન અને મહામેળાનું આયોજન કરાયું

(પ્રતિનિધિ) ગોધરા, ડાકઘર પંચમહાલ વિભાગ ગોધરા દ્વારા માનનીય ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસિસ, સાઉથ ગુજરાત રીઝીયન, વડોદરા ના નેતૃત્વ બી.આર.જી.એફ. હોલ, જિલ્લા પંચાયત, ગોધરા ખાતે પોસ્ટ ઓફીસ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ જેવી કે સુકન્યા સમૃદ્ધિ ખાતા, પબ્લિક પ્રોવિડંડ એકાઉન્ટ સ્કીમ, રીકરીંગ ખાતા, ટાઇમ ડીપોઝીટ એકાઉન્ટ વિગેરે ના બહોળા પ્રચાર માટે મહા અધિવેશન તેમજ મહામેળોનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં પંચમહાલ ડીવીઝન ની સબ ઓફીસના પોસ્ટ માસ્ટર તેમજ બ્રાંચ પોસ્ટ ઓફીસ ના બ્રાંચ પોસ્ટ માસ્તર અને તમામ ઉપવીભાગીય ડાકઘર નિરીક્ષક સાથે ઉપસ્થિત રહી અધિવેશન ને સફળ બનાવ્યું. માનનીય ડૉ. એસ. શિવરામ, ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસિસ, સાઉથ ગુજરાત રીઝીયન દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માં એપ્રિલ-૨૦૨૨ થી નવેમ્બર-૨૦૨૨ સુધી જુદી જુદી કેટેગરી માં ઉત્તમ કામગીરી કરનાર સબ પોસ્ટ માસ્તરોનું ઇનામ તેમજ પ્રસસ્તી પત્ર આપી સન્માન કરવામાં આવ્યું.

અને સદર અધિવેશનના ભાગરૂપે પંચમહાલ વિભાગની ૫૨૬ બ્રાંચ પોસ્ટ ઓફીસ અને ૪૨ હેડ તેમજ સબ ઓફીસ દ્વારા દિન ૦૪ માં વિવિધ કેટેગરીનાં ૮૫૭૧ જેટલા ખાતા ખોલવામાં આવેલ છે. માનનીય ડૉ. એસ. શિવરામ, ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસિસ, સાઉથ ગુજરાત રીઝીયન, વડોદરા દ્વારા દરેક સ્ટાફ ને સારી કામગીરી બાબતે અભિનંદન પાઠવ્યા અને પોસ્ટ ઓફીસ ની વિવિધ સ્કીમ ને ગામડાના છેવાડાના માણસ સુધી કઈ રીતે પહોચાડી શકાય તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. માનનીય સર દ્વારા દરેક સ્ટાફ ને પ્રોત્સાહિત કરી વધુ સારી કામગીરી કરી શકે તે માટે નવો જાેમ અને જુસ્સો પૂરો પડ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.