Western Times News

Gujarati News

ઓલાએ સ્કુટરમાં સોફ્ટવેર અપગ્રેડ કર્યુઃ 1 લાખ ગ્રાહકોને ફાયદો થશે

Ola kicks off public roll-out of MoveOS 3 for over 1 lakh customers across India |

પરિવાર સાથે હોલીડે પર જવું હોય ત્યારે 200 દિવસ સુધી આ વેકેશન મોડમાં તેમનાં સ્કૂટર્સ છોડીને જઈ શકે છે.

50+ ફીચર્સ અને પરફોર્મન્સમાં સુધારણા સાથે  MoveOS 3 સ્કૂટરોના ઓલાના S1 પરિવારની અસલી સંભાવનાઓ ઉજાગર કરવાનું વચન આપે છે

MoveOS 3 1 લાખથી વધુ ગ્રાહકોને પહોંચી વળતાં કોઈ પણ 2W OEM માટે સૌથી મોટી OTA અપડેટ છે

ભારતની સૌથી વિશાળ ઈવી ઉત્પાદક ઓલા ઈલેક્ટ્રિક દ્વારા તેના નવા સોફ્ટવેર અપડેટ Move OS 3ની જાહેર રજૂઆતની આજે ઘોષણા કરવામાં આવી હતી. આ દેશવ્યાપી રજૂઆતથી 1 લાખથી વધુ ઓલાના ગ્રાહકોને ઓવર-ધ-એર (OTA) અપડેટ્સ જોવા મળશે, જે તેમનાં સ્કૂટર્સની અસલી સંભાવના ઉજાગર કરીને તેમને દેશમાં ટેકનોલોજીની દ્રષ્ટિએ આધુનિક અને ફીચર સમૃદ્ધ 2W બનાવે છે.  Ola kicks off public roll-out of MoveOS 3 for over 1 lakh customers across India.

વર્ષમાં ઓલાનું ત્રીજું મોટું સોફ્ટવેર અપડેટ MoveOS 3 સ્કૂટરોના ઓલાના S1 પરિવારમાં મોજૂદ ઘણા બધી ફીચર્સમાં નવો અને આકર્ષક ઉમેરો છે. બહુપ્રતિક્ષિત સોફ્ટવેર અપડેટ સ્કૂટરોમાં મોટી પરફોર્મન્સ સુધારણા લાવવા સાથે ઉપભોક્તાઓ માટે રસ્તા પર હોય ત્યારે આસાન સવારી અનુભવ અને સુવિધાની ખાતરી રાખવા ઉપરાંત બહેતર પહોંચ પણ આપે છે.

આ અપગ્રેડથી થનારો વધુ એક મોટો લાભ કંપનીના હાલમાં 27 ભારતીય રાજ્યોમાં ફેલાયેલા છે તે ઝડપથી વિસ્તરતા હાઈપરચાર્જર નેટવર્કસાથે ઓલા સ્કૂટરોની અભિમુખતા ઓફર કરે છે. ઉપભોક્તાઓ હવે ઓલા હાઈપરચાર્જર્સ ખાતે ફક્ત 15 મિનિટના ઝડપી ચાર્જિંગ સાથે 50 કિમીની શ્રેણીનો ઉમેરો કરી શકશે.

ઓલા ઈલેક્ટ્રિકના સ્થાપક અને સીઈઓ ભાવિશ અગરવાલે જણાવ્યું હતું કે, “વચન અનુસાર અમે આ સપ્તાહમાં બધા ઓલા S1 માલિકો માટે MoveOS 3  રજૂ કરવાનું શરૂ કરી દીધું છે. એક વર્ષમાં આ અમારું ત્રીજું મોટું સોફ્ટવેર અપગ્રેડ છે અને આટલા ઝડપથી વિશ્વ કક્ષાની ટેકનોલોજીનો અમલ કરતા અમારા એન્જિનિયરો માટે મને ગૌરવની લાગણી થાય છે.

ઓલામાં અમે ઉત્તમ પ્રોડક્ટો બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ અને પછી તેમને વધુ બહેતર બનાવવા ભાર આપીએ છીએ. MoveOS 2 તેના સમયથી બહુ આગળ છે, જેણે 2Wsમાં અનોખા ફીચર્સ રજૂ કર્યા પછી હવે MoveOS 3 ભારતના ફેવરીટ સ્કૂટરને અત્યાધુનિક અને ખરા અર્થમાં જ્ઞાનાકાર યંત્રમાં ફેરવીને દેશ અને દુનિયામાં EV 2Wsને જે રીતે જોવામાં આવે છે તેમાં નવો દાખલો બેસાડશે.”

MoveOS 3 અપગ્રેડ સાથે ઓલા Ola S1 Pro અને ઓલા Ola S1 કુલ 50+ ફીચર્સ અને સુધારણાઓનો સંચ પ્રાપ્ત કરીને પરફોર્મન્સ, એક્સેસ અને કન્વિનિયન્સના ત્રણ પાયા હેઠળ વ્યાપક રીતે વર્ગીકૃત કરી શકે છે.

પરફોર્મન્સ

●        હાઈપરચાર્જિંગ: ઓલા હાઈપર ચાર્જર્સના સતત વિસ્તરતા નેટવર્ક સાથે ઓલા સ્કૂટર્સની અભિમુખતા, જે ફક્ત 15 મિનિટમાં 50 કિમીની ગતિથી ઝડપી ચાર્જિંગ આપે છે.

●        એડવાન્સ્ડ રીજન: MoveOS 3 ત્રણ અલગ અલગ રિજનરેટિવ બ્રેકિગ સેટિંગ્સ અભિમુખ બનાવે છે, જે ઉપભોક્તાઓ તેમની રાઈડિંગની શૈલીને આધારે પસંદ કરી શકે છે. રિજનરેટિવ બ્રેકિંગ રેન્જ સુધારવામાં પણ મદદ કરે છે.

●        વેકેશન મોડ: કામ માટે શહેરની બહાર જવું હોય કે પરિવાર સાથે હોલીડે પર જવું હોય ત્યારે ઉપભોક્તાઓ ડીપ ડિસ્ચાર્જની ચિંતા કર્યા વિના 200 દિવસ સુધી આ મોડમાં તેમનાં સ્કૂટર્સ છોડીને જઈ શકે છે.

●        હિલ હોલ્ડ *: હિલ હોલ્ડ ચઢાણવાળા રસ્તાઓ પર ડ્રાઈવિંગ કરવા સમયે ઉપભોક્તાઓને આસિસ્ટ કરે છે. હિલ હોલ્ડનો ઉપયોગ કરવાથી મોટર કાઉન્ટર ટોર્ક એક્ટિવેટ થઈને ટેકરી પર વાહનને પાછળની બાજુમાં રોલિંગથી બચાવે છે.

એક્સેસ

●        પ્રોફાઈલ્સ: ઘણા બધા પ્રોફાઈલ વિકલ્પો સાથે ઉપભોકતાઓ ઓલા ઈકોસિસ્ટમમાં આસાન અનુભવ માટે સ્કૂટરોમાં તેમના સેટિંગ્સ અને અગ્રતાઓ સ્થાપિત કરી શકે છે.

●        પ્રોક્સિમિટી લોક / અનલોક: આ ઉદ્યોગ અવ્વલ ફીચર ઉપભોક્તાઓને તેમના ફોનથી તેમના સ્કૂટર તરફ ચાલીને જવાસમયે તેમના સ્કૂટર આસાનીથી લોક કે અનલોક કરવામાં મદદ કરે છે.

●        વાયફાય: ઉપભોક્તાઓ તેમનાં સ્કૂટર્સ પર આસાન Wifi કનેક્ટિવિટી પણ હવે માણી શકે છે.

 

સુવિધા

●        મૂડ્સ: ઉપભોક્તાઓ ડેશ કસ્ટમાઈઝ કરીને અને તેમના સ્કૂટર્સના સાઉન્ડની રીત પણ કસ્ટમાઈઝ કરીને તેમનો સંપૂર્ણ રાઈડિંગ અનુભવ બદલી શકે છે. દરેક ત્રણ મૂડ્સ- બોલ્ટ, વિંટેજ અને એક્લિપ્સ હલવા અને ઘેરા મોડ્સમાં ઉપલબ્ધ થશે.

●        પાર્ટી મોડ: ઉપભોક્તાઓ જ્યાં પણ જાય ત્યાં તેમનાં સ્કૂટર પર તેઓ વગાડવા માગે તે કોઈ પણ ગીત માટે સિન્ક્રોનાઈઝ્ડ સ્કૂટર લાઈટ શો સાથે પાર્ટી શરૂ કરી શકે છે.

●        બ્લુટૂથ કોલિંગ: ઉપભોક્તાઓને તેમના ડેશ પર કોલ નોટિફિકેશન પ્રાપ્ત થશે અને તેઓ સર્વ સમયે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે કનેક્ટેડ રહી શકે છે.

●        સ્કૂટર પર ડોક્યુમેન્ટ્સ: ઉપભોક્તાઓ હવે ડ્રાઈવિંગ લાઈસન્સ, આધાર કાર્ડ વગેરે જેવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો ઓલા ઈલેક્ટ્રિક એપ થકી અફલોડ કરી શકે અને સ કૂટરના એચએમઆઈ સ્ક્રીન પર તે એક્સેસ કરી શકે છે.

●        સેફ્ટી લાઈટ્સ: આ લાઈટ્સના ઉમેરા સાથે જો રાઈડરને દુર્ઘટના નડે અથવા તેમના વાહનમાં કશું ખોટું થાય અથવા ખરાબ હવામાનમાં રાઈડ કરતા હોય ત્યારે રાઈડરની સુરક્ષા બહેતર બનાવે છે.

 

*હિલ હોલ્ડ ફીચર ટૂંક સમયમાં જ લાવવામાં આવનારા ફાઈનલ વર્ઝન્સ સાથે બીટા સ્ટેજમાં રહેશે.

 

ઉક્ત ફીચર્સ ઉપરાંત MoveOS 3 સ્કૂટરના ઓલાના S1 પરિવારમાં અનેક પરફોર્મન્સ સુધારણા લાવે છે. આમાં હાઈપર અને સ્પોર્ટ મોડ્સમાં બહેતર એક્સિલરેશન, ઈકો મોડમાં વધારેલી ટોપ સ્પીડ, બહેતર વિઝિબિલિટી અને વધુ અચૂકતાનો સમાવેશ થાય છે. ઉપરાંત વાઈટલ સ્કૂટર સ્ટેટ્સ, જેમ કે, DTE (ડિસ્ટન્સ ટુ એમ્પ્ટી), બેટરી ટકાવારી, TTC (ટાઈમ-ટુ-ચાર્જ) વગેરેનો સમાવેશ થાય છે. જે ઘણી બધી અન્ય નજીવી બહેતરીઓ ઈવી ટુ-વ્હીલર્સની ભારતની સૌથી વધુ વેચાતી શ્રેણીને વધુ બહેતર બનાવવાનું વચન આપે છે.

 

ઓલાએ દેશભરમાં 50થી વધુ એક્સપીરિયન્સ સેન્ટર શરૂ કરીને આક્રમક રીતે વિસ્તરણ કરી રહી છે અને મહિનાના અંત સુધી 100 આઉટલેટ્સ અને માર્ચ 2023 સુધી 200 આઉટલેટ્સ ખોલવાની અપેક્ષા છે. ભારતીય રસ્તાઓ પર સર્વ 2Ws 2025 સુધી ઈલેક્ટ્રિક થાય તેની ખાતરી રાખવાનો ઓલાનો ધ્યેય વાસ્તવિકતાની નજીક છે, કારણ કે કંપની દુનિયાને ઈલેક્ટ્રિક મોબિલિટીમાં પરિવર્તિત કરવાનું તેજ બનાવીને ઈલેક્ટ્રિક વેહિકલ્સનો મજબૂત રોડમેપ નિર્માણ કરવા માટે કામ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.