Western Times News

Gujarati News

વ્હાઇટ ઓઇલ્સની ભારતની સૌથી મોટી ઉત્પાદક કંપની ગાંધાર ઓઇલે સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, ઉપભોક્તા અને હેલ્થકેરમાં ઉપયોગી અંતિમ ઉત્પાદનોના ઉદ્યોગ પર કેન્દ્રિત, વૃદ્ધિના માર્ગે અગ્રેસર અને આવકની દ્રષ્ટિએ વ્હાઇટ ઓઇલની અગ્રણી ઉત્પાદક ગાંધાર ઓઇલ રિફાઇનરી (ઇન્ડિયા) લિમિટેડએ બજાર નિયમનકારક સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) દાખલ કર્યું છે.

કંપનીના આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ)માં ₹357 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને વેચાણ માટેની ઓફરમાં વિક્રેતા શેરધારકો દ્વારા 12,036,380 ઇક્વિટી શેર સામેલ છે.

વેચાણ માટેની ઓફરમાં પ્રમોટર વિક્રેતા શેરધારકો (રમેશ બાબુલાલ પારેખ, કૈલાશ પારેખ અને ગુલાબ પારેખ) દ્વારા 6.75 મિલિયન ઇક્વિટી શેર અને હાલના રોકાણકારો (જેમાં ગ્રીન ડિઝર્ટ રિયલ એસ્ટેટ બ્રોકર્સ, ડેન્વર બિલ્ડિંગ મટિરિયલ એન્ડ ડેકોર ટીઆર એલએલસી, ફ્લીટ લાઇન શિપિંગ સર્વિસીસ એલએલસી, આઇડીએફસી ફર્સ્ટ બેંક લિમિટેડ અને શ્રી અમિતાભ મિશ્રા સામેલ છે) દ્વાર 5.27 મિલિયન ઇક્વિટી શેર સામેલ છે.

કંપનીએ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ચોખ્ખા ભંડોળનો ઉપયોગ આ ઉદ્દેશ માટે કરવાની દરખાસ્ત રજૂ કરી છેઃ એ) બેંક ઓફ બરોડા પાસેથી ટેક્સોલ દ્વારા લેવામાં આવેલી લોનની પુનઃચુકવણી/આગોતરી ચુકવણીમાં ધિરાણ માટે લોનની રીતે ટેક્સોલમાં રોકાણ કરવું; બી) (1) અમારા સિલ્વાસા પ્લાન્ટ ખાતે ઓટોમોટિવ ઓઇલની ક્ષમતાનું વધારવા;

(2) અમારા તળોજા પ્લાન્ટ કાતે પેટ્રોલિયમ જેલી અને સંલગ્ન કોસ્મેટિક ઉત્પાદન ડિવિઝનની ક્ષમતા વધારવા; અને (3) અમારા તળોજા પ્લાન્ટ ખાતે બ્લેન્ડિંગ ટેંકો એટલ કે મિશ્રણ કરવાની ટાંકીઓ સ્થાપિત કરીને વ્હાઇટ ઓઇલ્સની ક્ષમતા વધારવા માટે જરૂરી સિવિલ વર્ક અને ઉપકરણની ખરીદી માટે મૂડીગત ખર્ચ કરવા; (સી) અમારી કંપનીની મૂડીગત જરૂરિયાતો માટે ફંડિંગ; અને (ડી) સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે.

ગાંધાર ઓઇલ રિફાઇનરી (ઇન્ડિયા) લિમિટેડ નાણાકીય વર્ષ 2021-22માં આવકની દ્રષ્ટિએ વ્હાઇટ ઓઇલ્સની ભારતની સૌથી મોટી ઉત્પાદક કંપની હતી, જેમાં સ્થાનિક અને વિદેશમાં વેચાણની આવક સામેલ છે તથા કંપની કેલેન્ડર વર્ષ 2021માં બજારહિસ્સાની દ્રષ્ટિએ વિશ્વની ટોચની પાંચ કંપનીઓ પૈકીની એક છે (સ્તોત્રઃ ક્રિસિલનો રિપોર્ટ).

30 જૂન, 2022 સુધી એના ઉત્પાદનોમાં 350થી વધારે ઉત્પાદનો સામેલ છે, જેનો ઉપયોગ મુખ્યત્વે પર્સનલ કેર, હેલ્થકેર અને પર્ફોર્મન્સ ઓઇલ (“પીએચપીઓ”), લ્યુબ્રિકન્ટ્સ તથા “દિવ્યોલ” બ્રાન્ડ અંતર્ગત પ્રોસેસ અને ઇન્સ્યુલેટિંગ ઓઇલ્સ (“પીઆઇઓ”)માં થાય છે. ઉત્પાદનોનો ઉપયોગ ઉપભોક્તા, હેલ્થકેર, ઓટોમોટિવ, ઔદ્યોગિક, વીજળી અને ટાયર તથા રબર ક્ષેત્રોમાં અંતિમ કે વપરાશના ઉત્પાદનો બનાવવા થાય છે.

નાણાકીય વર્ષ 2021-22માં ઉત્પાદનોનું વેચાણ દુનિયાના 100થી વધારે દેશોમાં થયું છે અને 3,529 ગ્રાહકોને ઉત્પાદનો પૂરાં પાડ્યાં છે, જેમાં પોક્ટર એન્ડ ગેમ્બલ (“પીએન્ડજી”), યુનિલીવર, મેરિકો, ડાબર, એન્ક્યુબ, પતંજલિ આયુર્વેદ, બજાજ કન્ઝ્યુમર કેર, ઇમામી અને અમૃતાંજન હેલ્થકેર જેવી અગ્રણી ભારતીય અને વૈશ્વિક કંપનીઓ સામેલ છે.

કંપની ત્રણ ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે, જેની 30 જૂન, 2022 સુધી વાર્ષિક સંયુક્ત ઉત્પાદન ક્ષમતા 497,403 કિલોલીટર હતી (ઓક્ટોબર, 2022માં વધીને 522,403 કિલોલિટર થઈ હતી). કંપનીની ઉત્પાદન સુવિધાઓ તળોજા, મહારાષ્ટ્ર, સિલ્વાસા, દાદર અને નગર હવેલી, દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશ અને શારજાહ, સંયુક્ત આરબ અમીરાતમાં છે.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ અને આઇસીઆઇસીઆઈ સીક્યોરીટીઝ લિમિટેડ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.