Western Times News

Gujarati News

માત્ર ૨૩ ટકા નાગરિકોએ જ અમદાવાદમાં બુસ્ટર ડોઝ લીધા છે

શહેરમાં ૧ કરોડ ૧૬ લાખ વેકસીન ડોઝ આપવામાં આવ્યા: ૫ લાખ નાગરિકોએ બીજાે ડોઝ લેવાનો બાકી

( પ્રતિનિધિ ) અમદાવાદ,  ચીન, જાપાન સહિત વિશ્વના અન્ય દેશોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે જેને લઇ કેન્દ્ર સરકાર ઘ્વારા ભીડભાળવાળી જગ્યા હોય ત્યાં લોકો માસ્ક પહેરે તે માટે અપીલ કરવામાં આવી છે. શહેરમાં કોરોનાના કેસો ન વકરે તેને ધ્યાનમાં રાખી અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

શહેરના માત્ર ૨૩ ટકા લોકોએ વેક્સિનનો પ્રિકોશન ડોઝ લીધો છે. જેના કારણે મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ ઘ્વારા ઉપલબ્ધ ડેટા ના આધારે નાગરિકો ના સંપર્ક કરી બાકી ડોઝ લેવા માટે વિનંતી કરવામાં આવી રહી છે. કોરોના ના સંભવિત ખતરા ને ધ્યાનમાં લઈ એસ.વી.પી સહિત ની તમામ હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે વિશ્વના કેટલાક દિવસોમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં લઇ અમદાવાદ શહેરમાં વેક્સીનેશન ઝડપી કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં છેલ્લી સ્થિતિ મુજબ એક કરોડ ૧૬ લાખ વેક્સીન ડોઝ આપવામાં આવ્યા છે

જેમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના ૫૧ લાખ ૬૦ હજાર નાગરિકોએ પ્રથમ લીધો છે જ્યારે આ ઉંમર જૂથના માત્ર ૪૭ લાખ નાગરિક હોય છે બીજાે ડોઝ લીધો છે જેની સામે ૧૮ થી વધુ વયની જૂથના માત્ર ૧૦ લાખ ૪૧ હજાર નાગરિકોએ જ બુસ્ટર ડોલ લીધો છે જેની ટકાવારી માત્ર ૨૩% થાય છે

૧૨ થી ૧૪ વર્ષની વય જૂથમાં એક લાખ ૪૯૦૦૦ ૧૫ થી ૧૮ વર્ષની ગ્રુપમાં ૨,૨૭,૦૦૦ લોકોએ પ્રથમ દોષ લીધા છે જ્યારે બીજા ડોઝ માં જાેવામાં આવે તો ૧૨ થી ૧૪ વર્ષના ગ્રુપમાં ૧,૧૬,૦૦૦ અને ૧૫ થી ૧૮ વર્ષની જૂથમાં એક લાખ ૯૬૦૦૦ નાગરિકોએ બીજાે ડોલ લીધો છે આમ મોટાભાગના નાગરિકો બીજા ડોઝ અને બુસ્ટર ડોઝ માટે ઉદાસીન છે

તેથી ઉપલબ્ધ ડેટાના આધારે નાગરિકના સંપર્ક કરી બીજા તેમજ બુસ્ટર ડોઝ માટે સમજાવવામાં આવી રહ્યા છે. જેના સારા પરિણામ પણ મળી રહયા છે.૨૧ ડિસેમ્બરે કુલ ૮૩૩ લોકોએ વેકસીન લીધી હતી જે પૈકી ૬૮૬ લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. અમદાવાદ શહેરમાં ૪૬ લાખ જેટલા લોકો જેઓ બુસ્ટર ડોઝ લઈ શકે છે.

જેમાંથી ૨૩ ટકા એટલે કે ૧૦ લાખથી વધુ લોકોએ બુસ્ટર ડોઝ લઈ લીધો છે. ૭૫ ટકા કરતા વધુ લોકોને બુસ્ટર ડોઝ લેવાનો બાકી છે. તેવી જ રીતે ૧૮ વર્ષથી વધુ હોય ને જૂથમાં ૫૧ લાખ ૬૦ હજાર નાગરિકોને બીજાે ડોઝ લેવાનો હોય રહે છે જે પૈકી ૪૭ લાખ લોકોએ જ બીજાે ડોઝ લીધો છે

આમ અંદાજે પાંચ લાખ જેટલા નાગરિકોને બીજાે ડોઝ લેવાનો બાકી છે જેથી લોકોને અપીલ છે કે શહેરના અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન આપવામાં આવે છે તો ત્યાંથી તેઓ વેક્સીન લઈ શકે છે.

કોરોના ના વધતા કેસોને ધ્યાનમાં લઈ સાવચેતીના ભાગરૃપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટર અને જીફઁ હોસ્પિટલમાં બેડની તૈયારીઓ કરવામાં આવી છે. જીફઁઁ હોસ્પિટલમાં ૫૦ બેડનો એક અલદાયો કોરોના વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે.

અગાઉ કોરોના ની પરિસ્થિતિ દરમિયાન જે ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા હતા તે તમામ અત્યારે કાર્યરત છે અને મેન્ટેન પણ કરવામાં આવ્યા છે. કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરો તૈયાર છે.તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.