Western Times News

Gujarati News

‘તમારા કર્મચારીઓ સાથે  નમ્રતા અને ભલાઈથી વર્તજો.’

FICCI “Shaping the Future by Value Based Management”

પ્રમુખસ્વામી  મહારાજ  નગરમાં આજે ૨૩  ડિસેમ્બર, શુક્રવારે યોજાયેલ કોન્ફરન્સમાં વક્તવ્યોના અંશો

૧. પ્રોફેશનલ કોન્ફરન્સ : FICCI “Shaping the Future by Value Based Management” પૂ. બ્રહ્મવિહારી સ્વામી, BAPS

“પ્રમુખસ્વામી મહારાજ નગર સ્વયંસેવકોની શ્રદ્ધાનો એક કેસ સ્ટડી છે. આ નગરની મુલાકાત લેતી વખતે આપના હ્ર્દયનો અવાજ સાંભળજો. “ હેસ્ટર બાયો સાયન્સના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર અને ગુજરાત FICCI ના Co – Chairman એવા શ્રી રાજીવ ગાંધીએ કેવી રીતે મૂલ્યો આધારિત મેનેજમેન્ટ જે-તે સંસ્થાના કર્મચારીઓની પ્રગતિમાં યોગદાન આપી શકે તેના પર માર્ગદર્શન આપ્યું.

એન્ટપ્રિન્યોર ઓર્ગેનાઇઝેશન, ગુજરાતના ગ્લોબલ કમિટી મેમ્બર એવા શ્રી ચિરંજીવ પટેલે જણાવ્યું, “પ્રતિકૂળ હવામાનના વિઘ્નોની વચ્ચે પણ 80,000 સ્વયંસેવકોએ પ્રમુખસ્વામી મહારાજ નગરની રચના કરી અશકયને શક્ય બનાવી દીધું. મૂલ્ય આધારિત મેનેજમેન્ટ પ્રમુખસ્વામી મહારાજ પાસેથી શીખવાનું છે.

મારા એક મિત્રએ પ્રમુખસ્વામી મહારાજને તેમના રેસ્ટોરન્ટ બિઝનેસ વિષે વાત કરી ત્યારે પ્રમુખસ્વામી મહારાજે તેમને કહ્યું હતું કે ‘તમારા કર્મચારીઓ સાથે  નમ્રતા અને ભલાઈથી વર્તજો.’ પ્રમુખસ્વામી મહારાજે સ્વયંસેવકોના રૂપમાં  વિશ્વમાં અધિકતમ ‘સર્વન્ટ લીડર’ ની ભેટ ધરી છે. આ વિશ્વએ અગાઉ ક્યારેય આટલો સંગઠિત મૂલ્યનિષ્ઠ સમાજ નહીં જોયો હોય.”

ડીપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ, BJP ના ઇન-ચાર્જ શ્રી વિજય ચૌથઇવલે એ જણાવ્યું, “સંગઠનના પરિવર્તન અને સફળતા માટે આધ્યાત્મિક નેતૃત્વ જરૂરી છે.” ગણપત યુનિવર્સિટીના પેટ્રન-ઇન-ચીફ અને પ્રમુખ, શ્રી ગણપત પટેલે જણાવ્યું,

“આટલા વિશાળ સ્વયંસેવક દળને જોઈને મને પ્રતીતિ થાય છે કે પ્રમુખસ્વામી મહારાજે આ સઘળું પ્રેમ દ્વારા શક્ય બનાવ્યું છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું સંચાલન આટલું વ્યવસ્થિત રીતે થાય છે તેના મૂળમાં સ્વયંસેવકોની ભાવના છે; જેઓ કોણ સાચું છે તેના પર નહીં, પણ શું સાચું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.”

વિખ્યાત ટેનિસ પ્લેયર શ્રી લિએન્ડર પેસે જણાવ્યું, “આજના ટેકનોલૉજીના જમાનામાં જ્યારે લોકો સંવાદ ભૂલી રહ્યા છે ત્યારે આવા ભવ્ય સ્થાનના  નિર્માણમાં જે સ્વયંસેવકો સમર્પિત થયા છે, તે તેઓનો  અસામાન્ય ઉત્સાહ અને એકતા બતાવે છે. એ આપણી જવાબદારી છે કે ઉદ્યોગજગતમાં પણ મૂલ્યનિષ્ઠ વાતાવરણ અને સંવાદનું સર્જન થાય.’

પૂ. ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી, “પ્રમુખસ્વામી મહારાજે BAPS સંસ્થાને તેઓના મૂલ્યનિષ્ઠ મેનેજમેન્ટ દ્વારા વિશ્વની શ્રેષ્ઠતમ NGO માંની એક બનાવી. પ્રમુખસ્વામી નગર મૂલ્યો અને પ્રેરણાઓનું નગર છે. જ્યારે તમે નૈતિક્તાથી પરિપૂર્ણ હો ત્યારે લોકોને પ્રભાવિત કરવા કોઈ કોઈ બાહ્ય દેખાવની આવશ્યકતા રહેતી નથી.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.