Western Times News

Gujarati News

અમેરિકા સહિત ભારતમાં ટિ્‌વટર ડાઉન થતા લોકો પરેશાન

વોશિંગટન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર બુધવાર અને ગુરુવારની રાતે હજારો યુઝર્સ માટે ડાઉન રહ્યું હતું. ન્યૂઝ એજન્સી રોયટર્સના આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉનડિટેક્ટર ડોટ કોમના હવાલેથી જણાવ્યું છે કે, અમેરિકામાં હજારો યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ૧૦,૦૦૦થી વધારે યુઝર્સને સંયુક્ત રાજ્ય અમેરિકામાં સાંજે લગભગ ૭.૪૦ વાગ્યએ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

અમુક યુઝર્સ એવી પણ ફરિયાદ કરી રહ્યા હતા કે, તેમના ટિ્‌વટર નોટિફિકેશન કામ નથી કરી રહ્યું. તો વળી ભારતમાં પણ ગુરુવારે સવારે તમામ યુધર્સે આ સંબંધમાં ફરિયાદ કરી હતી અને પ્રિન્ટ શોટ શેર કર્યા હતા. ભારતમાં કેટલાય યુઝર્સે ટિ્‌વટરનું વેબ વર્જન પર લોગિન કરવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુરુવાર સવારે લગભગ ૬.૩૦થી વેબ વર્જનમાં સાઈન ઈન કરવામાં કેટલાય લોકોને તકલીફો આવી રહી છે. ડાઉનડિટેક્ટર વેબસાઈટ અનુસાર, દિલ્હી, નાગપુર, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને કલકત્તા સહિત કેટલાય શહેરોમાં આઉટેજની સૂચના મળી હતી.

કેટલીય વાર રીફ્રેશ કર્યા બાદ લોગ ઈન અથવા લોગઆઉટ કરવા પર યુઝર્સને એરરનો મેસજ દેખાઈ રહ્યો છે. જાે કે, મોબાઈલ પર ટિ્‌વટર સારી રીતે કામ કરી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, ઓક્ટોબરના અંતમાં મસ્ક દ્વારા કંપનીના અધિગ્રહણ બાદથી આ ત્રીજાે મોકો છે, જ્યારે ટિ્‌વટર બંધ થયું છે.

અબજાેપતિ એલન મસ્કે ઓક્ટોબરના અંતિમ અઠવાડીયામાં ૪૪ અબજ ડોલરની ડીલમાં ટિ્‌વટરનું અધિગ્રહણ કર્યું. ત્યારથી ટિ્‌વટર બ્લૂને એક ચાર્જેબલ સેવા બનાવવા સહિત કેટલીય નવી સુવિધા લાવવા માટે કામ કર્યું છે. ટિ્‌વટર અલગ અલગ શ્રેણીમાં વેરિફાઈડ સુવિધાને કેટલાય રંગમાં રોલ આઉટ કરી રહ્યું છે.

તેમણે કાર્યભાર સંભાળતા જ ૭૫ ટકા કર્મચારીઓને હટાવી દીધા અથવા ખુદ છોડીને જતા રહ્યા, જેના કારણે વારંવાર આવી તકલીફો ટિ્‌વટર યુઝર્સને થઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.