Western Times News

Gujarati News

એવું તે શું થયું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મૂકાયેલી ૨૦ જેટલી ઇ-રિક્ષામાં આગ ફાટી નીકળી

an e-rickshaw that was being charged caught fire suddenly and more than 20 electric rickshaws were completely burnt into ashes. 28-12-2022

ચાર્જિંગમાં મૂકાયેલી ૨૦ જેટલી ઇ-રિક્ષામાં આગ ફાટી નીકળી

(એજન્સી)નર્મદા, નર્મદા જિલ્લાના એકતાનાગર કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઈ-કાર અને ઈ- રિક્ષાઓની સુવિધા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે.

જ્યાં ત્યાં આવતાં પ્રવાસીઓને પોતાનાં વાહન સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ૭ કિલોમીટર દૂર પાર્ક કરીને ત્યાંની લોકલ બસ અથવા ઈ-રિક્ષાનો ઉપયોગ કરવો પડે છે. પિંક ઈ-રિક્ષાઓ એકતાનગરીમાં ૧૦૦ જેટલી ફરે છે. ત્યારે ગતરાત્રિના ચાર્જિંગ પોઇન્ટથી ૩૫ ફૂટ દૂર પાર્કિંગમાં પડેલી રિક્ષાઓમાં અચાનક જ આગ લાગી અને ૨૦ જેટલી ઈ-રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ છે.

બુધવારે રાતે એસઓયુ પરિસર બંધ થયા બાદ ચાર્જિગ સ્ટેશનથી ૩૫ ફૂટ દૂર પાર્કિંગમાં ૨૦ ઇ-રિક્ષા મૂકી હતી. ગુરુવારે મળસકે આશરે ૩ વાગ્યાના સુમારે એકાએક રિક્ષા સળગવા લાગી હતી અને જાેતજાેતામાં તમામ પિંક ઇલેક્ટ્રિક રિક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.

સાગમટે ૨૦ રિક્ષા સળગી ઊઠવાની જાણ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સત્તા મંડળ અને ફાયર બ્રિગેડ સહિત પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલ તો હાઈ વોલ્ટેજના કારણે ચાર્જમાં મૂકેલી રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

જાેકે ટેક્નિકલ અને નિષ્ણાતોની ટીમ ઘટના હાઈ વોલ્ટેજ, બેટરી ફાટવા કે ઓવર ચાર્જિંગના લીધે ઘટના બની તેની તપાસ કરી રહી છે. વધુમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ભાંગફોડિયા તત્ત્વ દ્વારા પણ આ કૃત્ય કરાયું છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચલાવાઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે કે, ગતરાત્રિએ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવા દરમિયાન રિક્ષાઓ ચાર્જિંગ સ્ટેશનથી ૩૦-૩૫ ફુટ દૂર પાર્કિંગમાં રાખવામાં આવી હતી તે દરમિયાન આગ લાગી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.