Western Times News

Gujarati News

એવું તે શું થયું કે, ક્રિકેટર ઋષભ પંતની કાર સળગીને ભડથું થઈ ગઈ (જૂઓ વિડીયો)

Horrific car accident in Uttarakhand of The King cricketer Rishabh Pant .

નવીદિલ્હી,  ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર ઋષભ પંત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. આજે વહેલી સવારે રુડકીના નારસન બોર્ડર પર હમ્મમદપુર પાસે તેની કાર રેલિંગ સાથે ટકરાઈ હતી. ગાડીની સ્થિતિ જોતાં જ તેની સ્પીડ કેટલી હશે તેનો અંદાજ લગાવી શકાય છે,

કેમ કે અકસ્માત બાદ તેની ગાડી સળગીને ભડથું થઈ ગઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ 6 મિનિટ પછી કારમાં આગ લાગી હતી. એવું જાણવા મળી રહ્યુ છે કે, ગાડી ચલાવતી વખતે રીષભને ઝોકું આવી જતાં કાર બેકાબુ બની ગઈ હતી અને ડિવાઈડર સાથે અથડાઈ હતી.

બીજી બાજુ ઋષભ પંતને માથામાં, પીઠમાં અને પગમાં ગંભીર ઈજા સાથે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે જ્યાં એવું નિદાન થયું છે કે તેના પગમાં ફ્રેક્ચર થયું છે. અત્યાર સુધી પોલીસ, વહીવટી તંત્ર કે હોસ્પિટલ દ્વારા કોઈ પ્રકારનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જ્યારે ગાડીમાં પંતની સાથે અન્ય કોઈ પણ હતું કે કેમ તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી.

કારના દૂર્ઘટનાગ્રસ્ત થયા બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ની મદદથી તેને રુડકીની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. દૂર્ઘટનાની જાણકારી મળતાં જ એસપી કિશોર સિંહ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો ઋષભ પંતને પગમાં મોટું ફ્રેક્ચર હશે તો તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર થઈ શકે છે.

તાજેતરમાં જ તેને શ્રીલંકા વિરુદ્ધ વન-ડે અને ટી-20 શ્રેણી માટે પણ ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા પંતને બીસીસીઆઈએ નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ) બેંગલોરમાં રિપોર્ટ કરવા માટે કહ્યું હતું.

જાણવા મળ્યા પ્રમાણે પંત દિલ્હીથી રુડકીમાં પોતાના ઘેર જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત નડ્યો છે. કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાતાં જ ભડભડ સળગવા લાગી હતી.

આ દૂર્ઘટના બન્યા બાદ પંતની કારની જે તસવીર સામે આવી છે તેને જોઈને અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયંકર હશે. પંતની ઈજાની સ્થિતિ શું છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી પરંતુ પંત ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે તેવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે.

 

Rishabh Pant has survived a serious car accident on Delhi-Dehradun highway. He’s been shifted to the hospital in Delhi. He was coming home to surprise his mother and there was a plan to hand out with his mother and family on the occasion of New Year.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.