Western Times News

Gujarati News

સ્કાય ડાઈવીંગની મઝા માણવા વિદેશ જવાની જરૂર નથી, આ શહેરમાં યોજાશે સ્કાય ડાઇવિંગની બીજી આવૃત્તિ 

2nd edition of Skydiving in Madhya Pradesh from 5th January at Ujjain

05 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી, 2023 સુધી ઉજ્જૈન રોમાંચનો અનુભવ કરી શકશે-સ્કાય ડાઇવિંગનો સમય સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધીનો 

અમદાવાદ, મધ્ય પ્રદેશમાં સ્કાય ડાઈવિંગ ફેસ્ટિવલની બીજી આવૃત્તિ 05 જાન્યુઆરી 2023થી ઉજ્જૈનના દાતાના એરસ્ટ્રીપ ખાતે શરૂ થવા જઈ રહી છે. રાજ્યમાં એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્કાય ડાઈવિંગ ફેસ્ટિવલ 15 જાન્યુઆરીના રોજ સમાપ્ત થશે.

પ્રવાસી ભારતીય સંમેલન, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ અને G-20 કોન્ફરન્સ માટે રાજ્યમાં ઉપસ્થિત મહેમાનો પણ આ સાહસિક પ્રવૃત્તિનો આનંદ માણી શકશે. આ પ્રવૃત્તિ ડીજીસીએઅને યુએસપીએ પ્રમાણિત સંસ્થા “સ્કાય-હાઈ ઈન્ડિયા” દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

અગ્ર સચિવ, પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગ, મધ્યપ્રદેશ અને મેનેજિંગ ડિરેક્ટર, એમપી પ્રવાસન બોર્ડ શ્રી શિવ શેખર શુક્લાએ જણાવ્યું હતું કે, ‘સ્કાયડાઇવિંગ ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. તેના તમામ બુકિંગ સ્લોટ બુક થઈ ગયા હતા.

તેને ધ્યાનમાં રાખીને હવે બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન, સાહસ પ્રેમીઓ ઉચ્ચ ધોરણો ધરાવતા પ્રશિક્ષિત કર્મચારીઓની મદદથી ઉજ્જૈનમાં સ્કાય ડાઇવિંગનો આનંદ માણી શકશે. 10,000 ફૂટની ઊંચાઈએથી મહાકાલ નગરીને જોવાનો રોમાંચ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.