Western Times News

Gujarati News

PM કિસાનનો ૧૩મો હપ્તો પહેલી જાન્યુ.એ જમા થઈ શકે છે

નવી દિલ્હી, સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો ૧૨મો હપ્તો બહાર પાડ્યો છે અને હવે ખેડૂતો યોજનાના આગામી અથવા ૧૩મા હપ્તાની રાહ જાેઈ રહ્યા છે.

જાે તમે પણ એવા ખેડૂતોમાંથી એક છો જે આગામી હપ્તાની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે, તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ૧૩મા હપ્તાના ૨,૦૦૦ રૂપિયા ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે. પીએમ-કિસાન યોજના હેઠળ, તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને દર વર્ષે રૂ. ૬,૦૦૦ના નાણાકીય લાભો આપવામાં આવે છે, જે પ્રત્યેક રૂ. ૨,૦૦૦ના ત્રણ સમાન હપ્તામાં ચૂકવવાપાત્ર છે.

ગયા વર્ષે પીએમ કિસાન યોજનાનો હપ્તો ૧ જાન્યુઆરીએ બહાર પાડવામાં આવ્યો હતો અને તેથી આ વખતે પણ સરકાર જાન્યુઆરીમાં નાણાં ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે. જાે કે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જાે તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ સાથે એક શરત પણ છે કે તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જાેઈએ.

નોંધણી માટે, ખેડૂતોએ તેમના રેશન કાર્ડની વિગતો અપલોડ કરવાની રહેશે અને અન્ય જરૂરી દસ્તાવેજાેની સોફ્ટ કોપી સબમિટ કરવાની રહેશે. જે ખેડૂતોએ હજુ સુધી ઈ-કેવાયસી કર્યું નથી, તે ખેડૂતો બે રીતે પીએમ કિસાન માટે ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. આ કામ PM કિસાનની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઘરે બેસીને ઓનલાઈન કરી શકાય છે.

આ ઉપરાંત ખેડૂતો નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને પણ તેમનું ઈ-કેવાયસી કરાવી શકે છે. જાે ખેડૂત પોતે ઓટીપી દ્વારા ઈ-કેવાયસી કરે છે, તો તમારે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં, જ્યારે જાે તે કોમન સર્વિસ સેન્ટર પર જઈને ઈ-કેવાયસી કરાવે છે, તો તેણે તેના માટે થોડા રૂપિયા ખર્ચવા પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.