Western Times News

Gujarati News

મમતા બેનર્જીએ પ્રેક્ષકોની બેઠક પરથી સંબોધન કર્યું

કોલકાતા, આજે કોલકત્તાના હાવડા સ્ટેશન પર એક વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થઈ હતી. ગુસ્સે ભરાયેલા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ હાવડા સ્ટેશન પરના મંચ પર બેસવાનો ઇનકાર કર્યો હતો જ્યાંથી વંદે ભારત એક્સપ્રેસ ન્યૂ જલપાઈગુડી માટે લીલી ઝંડી આપવામાં આવી હતી. રેલ્વે સ્ટેશન પર ભીડના એક વર્ગ દ્વારા જાેરથી નારા લગાવવાથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પરેશાન થઈ ગયા હતા.

ભીડમાં કેટલાક લોકો દ્વારા ‘જય શ્રી રામ’ ના નારા લગાવવાથી દેખીતી રીતે નારાજ હતા. આ સમારોહમાં ભાજપના મંત્રી સુભાષ સરકાર અને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર હતા અને સમર્થકોને જાેરથી નારા લગાવવાનું બંધ કરવા કહ્યું. રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે મમતા બેનર્જીને શાંત કરવાના પ્રયાસો કર્યો હતો. આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને મમતા બેનર્જીએ સ્ટેજને બદલે પ્રેક્ષકોમાં બેસવાનું પસંદ કર્યું હતું.

મમતા બેનર્જીએ પ્રેક્ષકોની બેઠક પરથી પોતાનું સંબોધન કરવાનું પણ પસંદ કર્યું હતું. સીએમ મમતાએ ભાષણમાં વડાપ્રધાન મોદીની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડીજીટલ રીતે હાવડા અને ન્યુ જલપાઈગુડીને જાેડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ વંદે ભારત ટ્રેન ઉપરાંત વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્‌ઘાટન કર્યું અને લોકાર્પણ પણ કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળને ૭૮૦૦ કરોડ રૂપિયાની પરીયોજના ખુલ્લી મુકી હતી. મોદીએ આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જાેડાયા હતા. પીએમ મોદીના માતા હીરા બાનું આજે વહેલી સવારે અમદાવાદમાં નિધન થયું હતું. પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યા અને માતાને અગ્નિદાહ દીધા બાદ તેઓ તેમના પૂર્વ આયોજિત કાર્યક્રમોમાં જાેડાઈ ગયા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમના માતા હીરા બાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.