Western Times News

Gujarati News

આહવા ખાતે ૪૭મુ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન વર્ષ-૨૦૨૨-૨૩ યોજાયું

(ડાંગ માહિતી ) આહવાઃ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત ડાંગ જિલ્લાનુ ૪૭મુ મુખ્ય વિષય ટેક્નોલોજી અને રમકડા આધારિત વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન વર્ષ- ૨૦૨૨-૨૩, આજરોજ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ આહવા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મંગળભાઇ ગાવિતના અધ્યક્ષ સ્થાને પ્રાંરભ કરવામા આવ્યો હતો.

આ પ્રંસગે કાર્યક્રમના અધ્યશ્રી મંગળભાઇ ગાવિતે જણાવ્યુ હતુ કે, વિજ્ઞાન પ્રદર્શનોથી વિધ્યાર્થીઓ અને શિક્ષકો વૈજ્ઞાનિક અને ગાણિતિક વિચારો ઉત્પન કરવામા અને વિવિધ સમસ્યા નિવારણ માટે મોડેલ પ્રદર્શન તૈયાર કરવામા સક્ષમ બનશે. ડાંગ જિલ્લાના બાળકો દ્વારા વિજ્ઞાન, પર્યાવરણ અને ગણિત વિષય ઉપર ખુબ જ ઉપયોગી પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. જે માટે શાળાના શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, વિધ્યાર્થીઓ પોતાનામા રહેલ ડરને દુર કરી નીડર બને તેમજ પ્રશ્નો પુછતા થાય જેથી શિક્ષણના પાયાને વધુ મજબુત કરી શકાય. ડાંગ જિલ્લાના દગડીઆંબા ગામની વિધ્યાર્થીની કૃતિ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રજુ થઇ હતી જે બદલ શ્રી પટેલે તેમને અંભિનદન પાઠવ્યા હતા. સાથે જ આજરોજ વિવિધ કૃતિઓ બનાવવા માટે શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી હતી.

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમા માહિતી અને પ્રત્યાયન, ઇકો ફ્રેન્ડલી સામગ્રી, પર્યાવરણીય ચિંતાઓ, સ્વાસ્થય ચિંતા, પરિવહન અને નાવિન્ય, વગેરે વિષયો ઉપર વિવિધ કૃતિઓ રજુ કરવામા આવી હતી.

બાળ વૈજ્ઞાનિકોમા રહેલ સુષુપ્ત શક્તિઓ, કૌશલ્યો અને સંશોધન વૃતિને પ્રોત્સાહિત કરવા માટે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વધઇ, જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિ આહવા, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, આહવા અને એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ- આહવા સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ પ્રદર્શનમા ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી ધમેર્દ્રસિંહજી જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપિન ગર્ગ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિલમબેન ચોધરી, પ્રાચાર્યશ્રી ડો.બી.એમ.રાઉત, આચાર્ય સોનલ મેકવાન સહીત શિક્ષકો અને મોટી સંખ્યામા બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.