Western Times News

Gujarati News

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ કૃષિ ભવનમાં સરપ્રાઈઝ મુલાકાતે પહોંચી ગયા

(પ્રતિનિધિ) ગાંધીનગર, રાજય સરકાર અનોખા અંદાજમાં કામ કરે અને પ્રજાને આપેલા વચનો પૂરા કરવા કટિબદ્ધ બને તેવી સૂચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આપતા ભૂપેન્દ્ર પટેલની સરકાર ના વિવિધ વિભાગોના મંત્રીઓએ પોતપોતાના મંત્રાલયોની એક પછી એક સરપ્રાઈઝ વિઝીટ શરૂ કરી છે. ઉલ્લેખનીય છેકે તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે અમદાવાદ ગ્રામ્ય SP કચેરીની અચાનક મુલાકાત કરી હતી ત્યારે આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ કૃષિ ભવનમાં સરપ્રાઈઝ મુલાકાતે પહોંચી ગયા હતા અને અધિકારીઓ સાથે વિભાગ અંગેની વિગતો મેળવી.

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી ભાઈ પટેલે આજે તેમના વિભાગની કૃષિ ભવન કચેરી ખાતે અચાનક પહોંચી જતા. સમયસર નહીં આવનાર ૧૦ જેટલા કર્મચારીઓની નોંધ કૃષિ મંત્રીએ લેતાં અધિકારીઓ પણ ઉત્તર આપી શક્યા નહતા. એટલું જ નહી કૃષિમંત્રીએ સરપ્રાઈઝ વિઝીટ દરમ્યાન ફરજ ઉપર અનિયમિત આવતા કર્મચારીઓ સામે કડક પગલાં લેવાની સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી.

તો બીજી તરફ કૃષિ ભવનમાં ફરજ બજાવતાં ૧૦ થી વધુ કર્મચારીઓ ની ગેરહાજરી સામે આવતા તેમના ખુલાસા માંગવા માં આવ્યા છે.અને તાકીદ કરી હતી કે કર્મચારીઓ ની કારણ સિવાયની ગેર હાજરી કોઈપણ સંજાેગોમાં ચલાવી નહિ લેવાય ગુટલી બાજ કર્મચારીઓ સામે ખાતાકીય કડક તપાસ કરવાના સંકેત પણ કૃષિ મંત્રીએ આપ્યા હતાં. સાથે સાથે તેમણે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ને પણ ગુટલી બાજ કર્મચારીને છાવરે નહી તેવી તાકીદ કરી હતી.

ઉપરાંત કૃષિ ભવનની સાફ સફાઈ અંગે પણ અધિકારીઓ ને સૂચના આપી હતી. ત્યારબાદ બાગાયત , પશુપાલન ,કૃષિ વિભગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાઘવજીએ બેઠક કરી હતી અને ચેતવણી આપી હતી કે આ રીતે બીજીવાર સરપરાઈઝ મુલાકત કરવામાં આવશે અને વિભાગમાં થતી કામગીરી ની સમીક્ષા કરવામાં આવશે રાજ્ય સરકાર અને તેમના મંત્રીઓ પ્રજા ને આપેલા સંકલ્પ પુરા કરવા સરકાર કટિબદ્ધ છે ત્યારે મંત્રીઓની સરપ્રાઈઝ વિઝીટ થી સામાન્ય નાગરીકો ને કેટલો ઝડપી ફાયદો ક્યારે થશે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.