Western Times News

Gujarati News

કોરોનાની બીજી લહેરમાં શિક્ષકનું મૃત્યુ છતાં પરિવાર લાભથી વંચિત પરિવાર

(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર તાલુકાના લીમરવાડા ગામના વતની રણજી બાલાસિનોર તાલુકાના મેઘલીયા ની પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ ભાઈલાલ પરમાર ૧/૫/૨૧ ના રોજ કોરોનાની બીજી લહેરમાં કોરોના ભરખી ગયો અને પરિવાર ના મોભીના અવસાન થતાં તેમની પત્ની અને તેમના બે બાળકોની છત્રછાયા ગુમાવતા પરિવાર ખૂબ મુશ્કેલીમા મુકાઈ ગયો જ્યારે સમય વીતતાં શિક્ષકની ફરજ દરમ્યાન મૃત્યુ થતાં મળતા લાભ લેવા માટેના દસ્તાવેજની કાર્યવાહી કરવામાં આવી પરંતુ ૨૦ મહિના જેટલો લાંબો સમય વીત્યો હોવા છતાં આ પરિવાર ને કોઈ લાભ મળેલ નથી જ્યારે બે બાળકો અને પત્ની નું જીવન દુસ્વાર થઈ ગયું છે.

ના કોઈ આવક નિરાધાર બનેલ આ પરિવાર પેન્શનની આશાએ બેઠો છે બાળકોના ભણતર અને તેમના જીવનની જરૂરિયાતો પૂરી કરવા અન્ય કોઈ આધારન હોઈ તો પેન્શન વહેલી તકે ચાલુ કરાવવા સરકારી અધિકારીઓને વિનંતી અને આજીજી કરવા મજબૂર બની છે સરકારી કચેરીઓમા કરેલ કાર્યવાહી ને દોઢ વરસ કરતા વધુ સમય વીત્યો હોવા છતાં હજુ કોઈ નિકાલ ના આવતા ધરમ ધક્કા ખાવાનું ચાલુ છે જ્યારે પરીવાર ઉચ્ચ અધિકારીઓને પૂછતા સરકાર દ્વારા ગ્રાન્ટ ઓછી આવતી હોય જ્યારે ગ્રાન્ટ આવશે ત્યારે મળશે તેવા પાયા વિહોણા જવાબો સાંભળી પાછા ફરવાનો વારો આવી રહ્યો છે ત્યારે મૃત્યુ પામેલા શિક્ષકને વહેલી તકે સરકારી લાભ મળવાપાત્ર છે તે મળે તેવી રજુઆત પરીવાર દ્વારા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.