Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ફેને પઠાણને ફ્લોપ ગણાવતાં નિવૃતિ લઈ લેવાની આપી સલાહ

મુંબઈ, શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણ વિવાદના વંટોળમાં ફસાઈ છે. ખાસ કરીને સોન્ગ ‘બેશરમ રંગ’ લોન્ચ થયું ત્યારથી લોકો તેને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, દીપિકા પાદુકોણે પહેરેલી ભગવા કલરની બિકીનીથી હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી છે.

આટલું ઓછું ન હોય તેમ સેન્સર બોર્ડે હાલમાં જ મેકર્સને ફિલ્મ અને સોન્ગમાંથી કેટલાક સીન હટાવવાનો આદેશ આપ્યો હતો અને ત્યારબાદ જ રીલિઝ કરી શકાશે તેમ કહ્યું હતું. આશરે ૪ વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કરવા જઈ રહેલો ‘કિંગખાન’ હમણાથી ટિ્‌વટર પર એક્ટિવ જાેવા મળી રહ્યો છે. બુધવારે તેણે ફરીથી ઈંછજાજીઇદ્ભએ સેશન યોજ્યું હતું અને ફેન્સના સવાલના જવાબ આપ્યા હતા.

એક ફેને ફિલ્મ ‘પઠાણ’ને ફ્લોપ ગણાવી હતી અને શાહરુખ ખાનને નિવૃતિ લઈ લેવાની સલાહ આપી હતી. તેણે લખ્યું હતું ‘પઠાણ પહેલાથી જ ખરાબ છે. નિવૃતિ લઈ લો’. રમૂજી અંદાજમાં કટાક્ષ કરવા માટે જાણીતા એક્ટરે તરત જ જવાબમાં લખ્યું હતું ‘બેટા વડિલો સાથે આવી રીતે વાત ન કરવી જાેઈએ!!. શાહરુખ ખાન બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે કમાણી કરનારા એક્ટરમાંથી એક છે.

જાે કે, તેની આવક વિશે ક્યારેય પણ કોઈ ખુલાસો થયો નથી. એક ફેને આ વિશે પૂછવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લખ્યું હતું ‘એક મહિનામાં કેટલી કમાણી કરી લો છો?’. એક્ટરે જવાબમાં લખ્યું હતું ‘પ્રેમની જાેરદાર કમાણી કરું છે અને તે પણ રોજ. ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરવાનો છે. એક ફેને પૂછ્યું હતું સલમાન ખાનની એન્ટ્રી ‘પઠાણ’માં ક્યારે થશે?’ તેના પર તેણે કહ્યું હતું પઠાણ એક ઈન્ટરએક્ટિવ ફિલ્મ છે.

તેથી જ્યારે પણ તમે ઈચ્છો કે ભાઈ ફિલ્મમાં આવે ત્યારે ટિકિટ પર ક્યૂઆર કોડનો ઉપયોગ કરજાે અને ભાઈ ફિલ્મમાં આવી જશે. એક ફેને પૂછ્યું હતું ‘સર લોકો પૂછી રહ્યા છે કે, પઠાણ ફિલ્મ જાેવા પાછળનો હેતું શું છે?’ તો શાહરુખે જવાબ આપ્યો હતો ‘લોકો ઊંડાણમાં વિચારે છે… જીવનનો શું હેતુ છે? દરેક વસ્તુનો હેતુ શું છે? મને માફ કરતો પરંતુ હું આટલું ઊંડુ વિચારતો નથી.

સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘પઠાણ’નું એડવાન્સ બૂકિંગ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને જર્મનીમાં તમામ થિયેટરમાં ફર્સ્ડ ડે ફર્સ્ટ શો હાઉસફુલ છે. ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે કે આ શાહરૂખનો વૈશ્વિક સ્ટાર બનવાનો ક્રેઝ દર્શાવે છે.

જાેકે ભારતમાં હજુ સુધી એડવાન્સ બુકિંગ શરૂ થયું નથી. જણાવી દઈએ કે, શાહરુખ છેલ્લે આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળ્યો હતો. જેમાં તેની સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers