Western Times News

Gujarati News

મહારાષ્ટ્ર: ડોક્ટરે સફરજન ખાવાની ના પાડી તો, દર્દીએ ડોક્ટરને છરીના ઘા ઝીક્યાં

મુંબઇ, મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાની એક હોસ્પિટલમાં દાખલ કરેલા દર્દીએ બે ડોક્ટરો ઉપર છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં દર્દીએ ડોક્ટરના પેટમાં છરી મારી છે.

જ્યારે તે ડોક્ટરને બચાવવા આવેલા અન્ય ડોક્ટરની આંગળી પર છરીનો ઘા માર્યો હતો. આ બંને તબીબોને ગંભીર અવસ્થામાં એક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના બુધવારની રાત્રે લગભગ નવ વાગ્યાની આસપાસ શ્રી વસંતરાવ નાઈક સરકારી હોસ્પિટલમાં થઈ હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપી દર્દીને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યાં મુજબ, આરોપીએ ડોક્ટર પર ફળ કાપવાની છરીથી હુમલો કર્યો હતો.

યવતમાલના એસપી પવન બંસોડએ જણાવ્યું કે પેટમાં ઈન્ફેક્શનના હોવાથી દર્દીને બુધવારે સવારે સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમા રાત્રે નવ વાગ્યે બે રેસિડેન્ટ ડોક્ટરો રાઉન્ડ પર આવ્યા હતા ત્યારે આ દર્દીએ તેમને પૂછ્યું કે શું હું સફરજન ખાઈ શકું છુ ? પરંતુ ડોક્ટરે તેની તપાસ્યા કર્યા પછી તેને સફરજન ખાવાની ના પાડી હતી. જેના કારણે આરોપીને ગુસ્સે આવ્યો હતો.

ગુસ્સામા જ તેને ડોક્ટર પર એ જ છરીથી હુમલો કર્યો હતો. છરીનો ઘા ડૉક્ટરને પેટમા માર્યો હતો. અચાનક થયેલા આ હુમલાને જાેઈને સાથી ડોક્ટર તેને બચાવવા માટે આવ્યો તેના પર પણ દર્દીએ હુમલો કર્યો હતો.

એસપી પવન બંસોડે જણાવ્યું કે પીડિત ડોક્ટરોના નિવેદન નોંધ્યા પછી જ તેમણે આરોપી દર્દી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપી અત્યારે સારવાર હેઠળ છે જેના કારણે પોલીસે તેને હાલ કસ્ટડીમાં લીધો છે. કસ્ટડીમા પણ આરોપીની સારવાર કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત એસપી પવન બંસોડે જણાવ્યું કે પોલીસ આ તમામ ઘટનાની તપાસ હાથ ધરેલી છે. હજી તેમણે ખબર નથી પડી કે આરોપી દર્દીએ ક્યાં સંજાેગોમાં આ ઘટનાને અંજામ આપ્યો છે.

મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સે એક નિવેદનમાં આ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે આરોપી હુમલા પછી બંને ડોક્ટરો સરવાર હેઠળ છે. પરંતુ રેસિડેન્ટ ડોક્ટર જેપી એડવિનના પેટમાં છરી વાગવાથી તેની હાલત ગંભીર થઈ ગઈ છે. જાેકે તેઅત્યારે ખતરાની બહાર છે પરંતુ તેમની હાલત હજી પણ નાજુક છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.