Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અંજલિના મિત્ર નવિને નિધિ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી, દિલ્હી હિટ એન્ડ રન કેસમાં જે યુવતીનું મોત થયું તે અંજલિના મિત્ર નવીને મોટો ખુલાસો કર્યો છે. નવીને કહ્યું કે હોટલમાં પૈસા અંગે અંજલિ અને નિધિમાં ઝઘડો થયો હતો. દિલ્હીના અંજલિ કેસમાં ૭માં આરોપીએ પોલીસ સામે સરન્ડર કર્યું છે.

જ્યારે અંજલિના મિત્ર નવીને મોટો ખુલાસો કર્યો. નવીને જણાવ્યું કે પૈસા અંગે હોટલમાં અંજલિ અને નિધિ વચ્ચે ઝઘડો થયો હતો તેણે એમ પણ કહ્યું કે તેણે નિધિને આ અગાઉ પહેલા ક્યારેય અંજલિ સાથે જાેઈ નથી.

અત્રે જણાવવાનું કે અંજલિ કેસના છઠ્ઠા આરોપી આશુતોષનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ રોહિણી સેક્ટર વનવાળા પોતાના ઘરની બહાર ઉભેલો દેખાય છે. આશુતોષને તેના મિત્રએ પહેલેથી બધુ જણાવી દીધુ હતું. આથી તે પોતાના ઘરની બહાર અંજલિ કેસના આરોપીઓની રાહ જાેતો જાેવા મળ્યો. નોંધનીય છે કે આ મામલે અન્ય અનેક ખુલાસા થયા છે.

પોલીસના જણાવ્યાં મુજબ ઘટના સમયે કારમાં ફક્ત ૪ આરોપી હતા. કાર અમિત ખન્ના ચલાવતો હતો અને દીપક ઘરમાં હતો. અમિત ખન્ના પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ નહતું. આથી દીપકે તેની જવાબદારી લીધી કે કાર તે ચલાવતો હતો. અત્રે જણાવવાનું કે કેસની કહાની હવે ફિલ્મ દ્રશ્યમની જેમ ગૂંચવાઈ રહી છે. ગુરુવાર સુધી દિલ્હી પોલીસ કહેતી હતી કે કારમાં ૫ આરોપી હતા.

ત્યારબાદ શુક્રવારે ખબર પડી કે કારમાં ૪ જ આરોપી હતા. ત્રણ દિવસ પહેલા સુધી પોલીસનો દાવો હતો કે કાર દીપક ખન્ના ચલાવતો હતો અને હવે પોલીસે જ ગુરુવારે જણાવ્યું કે કાર અમિત ખન્ના ચલાવતો હતો. દિલ્હી કંઝાવલા કેસમાં અન્ય એક વ્યક્તિનું નામ પણ સામે આવ્યું.

તે અંજલિનો એક્સ બોયફ્રેન્ડ હોવાનું કહેવાઈ રહ્યું હતું. નામ ન ઉજાગર કરવાની શરતે તેણે કહ્યું કે ૨ વર્ષ પહેલા અંજલિ અને તે સહમતિથી અલગ થઈ ગયા. ૧.૫ વર્ષ પહેલા તેના લગ્ન થઈ ચૂક્યા છે અને એક બાળક પણ છે. ઘટનાવાળી રાતે તે હોટલમાં હાજર નહતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers