Western Times News

Gujarati News

લીમડી હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો : રૂા.૬ લાખની મત્તાનો દારૂ પકડયો

બે ફોર વ્હીલ ગાડી પાંચ મોબાઇલ તથા રોકડ વગેરે મળી રૂપિયા ૧૧.૧૮ લાખ ઉપરાંત નો મુદ્દા માલ પોલીસે કબજે લીધો

(પ્રતિનિધિ) દાહોદ, પોતાને મળેલ પ્રોહી અંગેની બાકીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે ઝાલોદ તાલુકાના ચાકલિયા થી લીમડી તરફ જતા રોડ પર ટાંડી ગામ પાસે ઇન્ડિયન ઓઇલના શાંતિમ નામના પેટ્રોલ પંપ પાસે ચાકલિયા તરફ રોડ પર ગોઠવેલ વોચ દરમિયાન બે ફોરવીલ ગાડી પકડી પાડી તેમાંથી રૂપિયા ૬ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ બિયરનો જથ્થો પકડી પાડી રૂપિયા પાંચ લાખની કિંમતની બે ફોરવીલ ગાડી પાંચ મોબાઇલ તથા રોકડ મળી કુલ રૂ. ૧૧,૧૮,૯૬૦/- ના મુદ્દા માલ સાથે બંને ગાડીના ચાલકોની અટક કર્યાનું અને આ મામલે પકડાયેલા બંને ગાડીઓના ચાલક સહિત કુલ આઠ જણા વિરુદ્ધ ગુનો નોંધાયાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પ્રાપ્તિ વિગત અનુસાર મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રાજગઢ ગામના રાજેન્દ્ર કોલોનીમાં રહેતા ડ્રાઇવર ચેતન દેવેન્દ્ર જાધવ તથા રાજગઢ લાલ દરવાજા પાસે નવી આબાદીમાં રહેતા ઇમરાન ખાન જુમ્મા ખાન ની મારુતિ સુઝુકી ઇકો ગાડી તથા હોન્ડા જાઝ ગાડીમાં વડોદરાના બુટલેગર પરેશભાઈ ઉર્ફે ચકાજી ચૌહાણ તથા દાહોદના કમલેશ મુનિયા એમ બંને જણા દાહોદના અલ્કેશ બાટલીયાના મધ્યપ્રદેશના ઠેકાઓમાંથી વિદેશી દારૂ ભરી દાહોદ જિલ્લામાં ચાકલિયાવાળા રસ્તેથી આવનાર હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમને બાતમી મળી હતી ગત તારીખ ૭-૧-૨૦૨૩ ના રોજ રાત્રિના ૨૩ઃ૧૫ વાગ્યાના સુમારે ચાકલિયા થી લીમડી તરફ જતા રોડ પર તાંડી ગામ પાસે ઇન્ડિયન ઓઇલના શાંતિમ પેટ્રોલ પંપ પાસે ચાકલિયા તરફ રોડ પર વોચ ગોઠવી હતી અને આ વોચ દરમિયાન બાદમીમાં દર્શાવેલ મધ્યપ્રદેશના રાજગઢ ગામના ઉપરોક્ત બંને ડ્રાઇવરોની મારુતિ સુઝુકી ઇકો ગાડી તથા હોન્ડા જાઝ ફોરવીલ ગાડીઓ નજીક આવતા જ એક મોનિટરિંગ સેલ ની ટીમના પોલીસ કર્મીઓએ બંને ગાડીઓને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને બંને ગાડીઓના ડ્રાઇવરોની અટક કરી બંને ગાડીઓની તલાસી લઈ બંને ગાડીઓમાંથી કુલ મળી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૪૮૮૪ તથા બિયર ના ટીન નંગ-૯૩૬ મળી કુલ રૂપિયા ૬,૦૫,૭૬૦/-ની કુલ કિંમતની બોટલ નંગ-૫૮૨૦ ઝડપી પાડી પકડાયેલ બંને ગાડીઓના ડ્રાઇવર ચેતન દેવેન્દ્ર જાધવ તથા ઇમરાન ખાન જુમ્મા ખાન પાસેથી રૂપિયા ૧૧,૫૦૦/-નિકુલ કિંમતના મોબાઇલ ફોન નંગ-૫ તથા રૂપિયા ૧,૭૦૦/-રોકડા ઝડપી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા પાંચ લાખની કિંમતની બે ફોર વ્હીલ ગાડીઓ મળી કુલ રૂપિયા ૧૧,૧૮,૯૬૦/-નો મુદ્દા માલ ઝડપી પાડી કબજે લઈ લીમડી પોલીસને સુપરત કરી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ દેવાભાઈ ભરવાડે નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલીસે પકડાયેલ બંને ગાડીઓના ડ્રાઇવરો મધ્યપ્રદેશના રાજગઢના ચેતન દેવેન્દ્ર જાધવ, ઇમરાનખાન જુમ્મા ખાન, વડોદરાના બુટલેગર પરેશભાઈ ઉર્ફે ચકાજી ચૌહાણ, દાહોદના કમલેશ મુનિયા, પોતાના મળતીયાઓના નામે દારૂના ટેકાઓ રાખી દારૂની હેરફેર કરાવનાર મુખ્ય આરોપી દાહોદના અલ્કેશ બાકલીયા, મોબાઈલ ઉપર સંપર્ક કરી દારૂ ભરેલી ગાડીઓની ડીલીવરી આપવાનું સૂચન કરનાર ઈસમ, પરેશભાઈ ઉર્ફે ચકાજી ચૌહાણ તથા કમલેશ મુનિયાના દારૂના ધંધાનો હિસાબ રાખનાર મુનિમ લીમડી નો વિજયભાઈ ઉર્ફે ભૂરો તથા વઠા ઠેકાનો માલિક વગેરે મળી કુલ આઠ જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.