Western Times News

Gujarati News

પોલીસ જવાનના પરિવારને ક્ષત્રિય સમાજ દ્વારા આર્થિક સહાય

(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામના વતની અને પંચમહાલ પોલીસમાં ફરજ બજાવતા શૈલેષભાઈ પગીના પરિવારને સમસ્ત ક્ષત્રીય સમાજ કેળવણી મંડળ દ્વારા ૬૭,૨૦૦ રુપિયાની આર્થિક સહાય કરવામા આવી છે. લાભી ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા શૈલેષભાઈના પરિવારજનોએ સહાયની રકમ જે ફિકસ ડીપોઝીટ કરવામા આવી હતી.તે આપવામા આવી હતી. ક્ષત્રિય સમાજ દ્વારા શૈલેષભાઈને શ્રધ્ધાંજલી આપવામા આવી હતી.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામના વતની અને ગોધરા શહેર એ ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા શૈલેષભાઈ પગી બાઈક લઈને પશુ દવાખાના પાસેથી પસાર થતા હતા.ત્યારે એક ટ્રેકટર સાથે અથડાતા અકસ્માતની ઘટનામાં તેમનુ અવસાન થયુ હતું.જેના પગલે પોલીસબેડામાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.ડીવાયએસપીની હાજરીમાં પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યા હતા અને અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.

યુવાવસ્થામા અવસાન પામેલા પોલીસજવાનના પરિવારના વ્હારે પોલીસ વિભાગ પણ આવ્યુ હતુ.અને આર્થિક સહાય પણ કરવામા આવી હતી.શૈલેષભાઈ પગી ક્ષત્રિય સમાજમાં આવતા હોવાથી શહેરા તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા પણ શૈલેષભાઈના પરિવારને આર્થિક સહાય કરવામા આવી હતી. વેપારધંધા,નોકરીસાથે સંકળાયેલા તમામ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને યુવાનોએ શૈલેષભાઈ પગીના પરિવારને ફુલ નહીતો ફુલની પાંખડી સ્વરુપે મદદ કરવાનું નક્કી કર્યુ હતુ.

જેના પગલે સૌએ પોતાની રીતે યથાયોગ્ય રકમ આપી હતી.જે મળીને કુલ ૬૭,૨૦૦ રુપિયાની રકમ એકઠી થઈ હતી, આ તમામ રકમ એકઠી કરીને પોસ્ટ વિભાગમાં ખાતુ ખોલાવીને તેની ફિક્સ ડિપોઝીટ કરવામા આવી છે.ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા લાભી ખાતે શૈલેષભાઈ પગીના પિતા ભીમસિંહ ભાઈ પગીને આ ડીપોઝીટની રકમના ચોપડી સહિતના ડોક્યુમેન્ટ આપવામા આવ્યા હતા.અકાળે થયેલા અવસાનના પગલે સમાજના અગ્રણીઓ દ્વારા સ્વ શૈલેષભાઈ પગીને શ્રધ્ધાંજલી પણ પાઠવામા આવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.