Western Times News

Gujarati News

ભાજપની વિકાસયાત્રામાં મુસ્લિમ સમાજે યોગદાન આપી પ્રવાહોમાં ભળી જવું જાેઈએ – અતુલભાઇ દીક્ષિત

પ્રતિનિધિ.મોડાસા. મોડાસા ખાતે ઘાંચી આરોગ્ય મંડળ સંચાલિત જનરલ હોસ્પિટલના ઉદ્‌ઘાટન તથા દાતા સન્માન સમારંભમાં ગુજરાત રાજ્ય ના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિહ પરમાર ના મુખ્ય મહેમાન પદે તથા પ્રમુખશ્રી કાળુભાઈ વકીલના અધ્યક્ષ સ્થાને તેમજ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સંગઠન મંત્રી અને ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત તથા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેનના અતિથિ વિશેષ પદે યોજાયો.

મંત્રીશ્રી ભીખુ સિંહ પરમાર એ જણાવ્યું કે હોસ્પિટલના કામકાજમાં સરકાર દ્વારા જે કોઈ મદદરુપ થવાય તેવું હોય તો મારા ધ્યાને મૂકશો તો હું તેમાં સત્વરે મદદરૂપ બનીશ. જ્યારે ભાજપના પીઢ કાર્યકર્ત અતુલભાઇ દીક્ષિતે જણાવ્યું કે હું આરએસએસનો સ્વયંસેવક છું અને ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન મંત્રી તરીકે ખૂબ સારી સેવાઓ આપી છે. મોડાસાના મુસ્લિમ સમુદાય સાથે ઘનિષ્ઠ નાતો ધરાવું છું.

તેથી આજે સમગ્ર મુસ્લિમ સમુદાયને જણાવું છું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દેશને મજબૂત કરવા માટે એક મોટી વિકાસયાત્રા લઈને ચાલી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજને અળગા રહેવું જાેઈએ નહીં અત્યારે ચાલી રહેલા ભાજપના પ્રવાહમાં ભળી જઈને વિકાસના કામોમાં ખબે ખભા મેળવી સહકાર આપવો જાેઈએ. ભાજપથી દૂર રહેવાથી તમને અને તમારી આવનારી પેઢીને મોટું નુકસાન તમે પહોંચાડી રહ્યા છો. તેથી ભાજપના રાષ્ટ્રીય પ્રવાહમાં આપ સૌએ અમારી સાથે આવી અને ભળી જવું જાેઈએ.

આ કાર્યક્રમમાં ઘાંચી આરોગ્ય મંડળ હોસ્પિટલની સેવાઓનો વિસ્તાર કરી મોડ્યુલ ઓપરેશન થિયેટર ફિઝિશિયન  સર્જીકલ લિફ્ટ દર્દીઓને સેવામાં કાર્ય કરવામાં આવી હતી. ૧૦૦ બેડની હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કાર્ડ ધારકોને સારવાર પૂરી પાડવામાં આવે છે. સર્વોદય બેંકના પૂર્વ ચેરમેન શ્રી ઈકબાલ હુસેન ઈપ્રોલીયા એ બેન્કનો સારો વહીવટ કર્યો તેમ જ બેંકની ખરાબ પરિસ્થિતિમાં પણ બેંકને બંધ થવા દીધી નહીં તે બદલ મંત્રીએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ઇબ્રાહીમભાઇ બૂરા એ સમગ્ર કાર્યક્રમને ખૂબ સારી મહેનત કરી સફળ બનાવ્યો હતો.

સંસ્થાના વરિષ્ઠ આગેવાનો મહંમદ ઇપરોલીયા, મહંમદ યુસુફ ટાઢા. ભાઈલા તથા દાહુદ ભાઈ પહોંચીયા નું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સંસ્થાના માનદ મંત્રી અ. રહીમ ભાઈલા, ઉપપ્રમુખ ઈબ્રાહીમ બુરા, ડોક્ટર વસીમ સુથાર, સલીમ સાવલિયા, અશરફભાઈ પટેલ તેમજ ઈકબાલભાઈ એ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા. સમગ્ર મુસ્લિમ સમાજે કાર્યક્રમને આવકાર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.