Western Times News

Gujarati News

રાયન મિનિથોન રોડ રેસનું આયોજન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ)વાપી, રાયન ઈન્ટરનેશનલ સ્કૂલ, અડાજણ, સુરત દ્વારા ૮ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ રેયાન ઈન્ટરનેશનલ સ્પોર્ટ્‌સ ક્લબ હેઠળ તેની રાયન મિનિથોન રોડ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આદરણીય અધ્યક્ષ સર ડો. એ.એફ.પિંટોના વિઝન ‘સ્પોર્ટ્‌સ’ ને અનુસરીને આ ઈવેન્ટ યોજાઈ હતી. આ પ્રસંગે સંબોધન કરતી વખતે, પ્રસંગના મુખ્ય અતિથિએ તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આપણા રાષ્ટ્રના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાયન ઈન્ટરનેશનલ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા આવી મિનિથોન રેસનું આયોજન કરવામાં આવે છે.

પ્રથમ વિજેતા ટીમ ચેમ્પિયનશીપ ટ્રોફી રાયન ઈન્ટરનેશનલ સ્કૂલ, બારડોલી દ્વારા ૬૮ પોઈન્ટ સાથે, દ્વિતીય સ્થાન લોકમાન્ય વિદ્યાલયે ૫૩ પોઈન્ટ સાથે અને ત્રીજું સ્થાન એલ.પી. સવાણી સ્કુલે ૩૧ પોઈન્ટ સાથે વિજય મેળવી ઇનામો મેળવ્યા હતા. આ ઈવેન્ટમાં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, વાપીના કુલ ૫૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વાપીની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલની ધોરણ ૧૦ ની કુ. અંજલી ગવાને ૩ કિમીની રેસમાં અંડર ૧૮ ગર્લ્સ મિનિથોનમાં છઠઠું સ્થાન મેળવ્યું હતું.

દરેક પસાર થતા વર્ષ સાથે રેયાન મિનિથોન વધતી સંખ્યામાં સહભાગીઓ અને વિજેતાઓ સાથે સફળતા હાંસલ કરે છે. તમામ મહેમાનો અને માતા-પિતાએ આપણા રાષ્ટ્રના યુવાનો માટે આવી મેગા ઈવેન્ટનું આયોજન કરવા માટે રેયાન ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશનની આ પહેલની પ્રશંસા કરી હતી. શાળાના પ્રિન્સિપાલ સલમા પઠાણે વિદ્યાર્થીઓના ઉત્સાહ વધારી પ્રશંસા કરી અને યુવા દોડવીરોને આવી વધુ ઇવેન્ટમાં ભાગ લેવા અને જીતવા પ્રોત્સાહિત કર્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.