Western Times News

Gujarati News

ગુજરાતમાં આગામી ૫ દિવસ કાતિલ ઠંડીથી મળશે રાહત

File

અમદાવાદ, રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કાતિલ ઠંડી પડી રહી છે. બે દિવસથી ઠંડીમાં થોડો ઘટાડો થયો છે. ગયા બુધવાર અને ગુરુવારે રાજ્યમાં કાતિલ ઠંડીનો લોકોએ અનુભવ કર્યો હતો. પવનના સૂસવાટા વચ્ચે હાડ થીજવતી ઠંડી પડી હતી. લોકોને ઘરમાં રહીને પણ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. એ પછી શુક્રવારથી ઠંડીમાં આંશિક રાહત મળી હતી.

ત્યારે રાજ્યમાં પડી રહેલી ઠંડી આજે પણ યથાવત રહી હતી. સતત ત્રીજા દિવસે વિવિધ શહેરોમાં તાપમાનમાં વધારો થતા ઠંડીથી આંશિક રાહત મળી છે. બીજી તરફ, છેલ્લાં કેટલાંક દિવસોથી રાજ્યના વાતાવરણમાં સતત ઉતાર ચઢાવના કારણે લોકો વાયરલ ઈન્ફેક્શન સહિતના રોગનો લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ચારથી પાંચ ઠંડીથી રાહત મળશે.

તેમજ અમદાવાદનું તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહેશે. ગયા અઠવાડિયે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જાેવા મળ્યો હતો. અમદાવાદીઓએ પણ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. એ પછી શુક્રવારથી તાપમાનમાં સતત ઉતાર ચઢાવ જાેવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યભરમાં આગામી ચારથી પાંચ દિવસ કાતિલ ઠંડીથી રાહત મળશે. અમદાવાદમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધતા લોકોને ઠંડીથી રાહત મળી હતી. અમદાવાદમાં વહેલી સવારે ૧૬.૭ ડિગ્રી તાપમાન અને દિવસે ૩૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

જાે કે, વહેલી સવારે ઠંડીનો ચમકારો જાેવા મળ્યો હતો અને દિવસે થોડી ગરમી અનુભવાઈ હતી. ૧૧.૩ ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહેતા વહેલી સવારે ઠંડીનો ચમકારો જાેવા મળ્યો હતો. બીજી તરફ, અંતરિયાળ ગામોમાં તાપમાનનો પારો ૧૨ ડિગ્રી રહેતા કાતિલ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો.

વિવિધ શહેરોના તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ અને અમરેલી ૧૬.૭, વડોદરા ૧૪.૬, ભાવનગર ૧૬.૪, ભૂજ ૧૪.૪, દાહોદ ૧૧.૩, ડીસા ૧૪.૮, ગાંધીનગર ૧૫.૨, જૂનાગઢ ૨૦.૨, કંડલા ૧૬.૬, નલિયા ૧૨.૫, નર્મદા ૧૨, પંચમહાલ ૧૩.૧, પાટણ ૧૫.૭, રાજકોટ ૧૭.૨ અને વલસાડમાં ૧૪.૯ ડિગ્રી તાપમાન જાેવા મળ્યું હતું. મહત્વનું ગુજરાતની નજીકમાં આવેલા પર્યટક સ્થળ માઉન્ટ ખાતે પ્રવાસીઓનો ધસારો જાેવા મળ્યો હતો.

તાજેતરમાં તપમાનનો પારો માઈનસ પહોંચતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. ઠેર ઠેર બરફના સ્તર પણ જામેલા જાેવા મળ્યા હતા. માઉન્ટ આબુમાં ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરી મહિનામાં કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. પાંચેક દિવસ અગાઉ માઈનસ ૬ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો છેલ્લાં બે દિવસથી ચાર ડિગ્રી તાપમાન જાેવા મળી રહ્યું છે. જે બાદ લોકોને પણ ઠંડીથી રાહત મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.