Western Times News

Gujarati News

નિત્યાનંદ આશ્રમ કેસઃ ધરપકડનો દોર શરૂ

લાપતાં યુવતીની શોધખોળમાં આશ્રમની સંચાલિકા તથા અન્ય વ્યક્તિઓ પોલીસ તપાસમાં સહકાર નહીં આપતાં અધિકારીઓએ ધરપકડના આપેલાં આદેશ બાદ આશ્રમની સંચાલિકા
તત્વપ્રિયા અને પ્રાણપ્રિયાની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ વિવાદોથી ઘેરાયો છે. લાપતાં બનેલી બે યુવતીઓની શોધખોળ ચાલી રહી છે ત્યારે પોલીસે પણ હવે તેની તપાસ વધુ તેજ બનાવી દીધી છે. આશ્રમના ફરતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આશ્રમની બહાર તથા આશ્રમની અંદર કોઈને પણ જવા દેવામાં આવતાં નથી. બીજીબાજુ પોલીસે આજે સવારે આશ્રમમાં સઘન તપાસ શરૂ કરી હતી અને આશ્રમની સંચાલિકા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી લેતાં સનસનાટી મચી ગઈ છે.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ શહેરનાં હાથીજણ વિસ્તારનાં ડીપીએસ સ્કૂલની જમીનમાં ભાડે જગ્યા રાખી ચર્ચાસ્પદ નિત્યાનંદનો આશ્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આઠ મહિના પહેલાં જ શરૂ કરાયેલાં આ આશ્રમમાં ભણતાં વિદ્યાર્થીઓને ડીપીએસ સ્કૂલમાં અભ્યાસ કરતાં જાહેર કરવામાં આવ્યા હતાં. જેનાં પરીણામે ગઈકાલથી જ ડીપીએસ સ્કૂલ સામે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

બીજીબાજુ લાપતાં યુવતીના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરતાં તે અંગેની આજે સુનાવણી છે. પિતાની અરજી બાદ પોલીસતંત્ર હરકતમાં આવી ગયું છે અને આ યુવતીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. ગઈકાલ મોડી સાંજથી આશ્રમની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને આશ્રમની અંદર કોઈને પણ પ્રવેશવામાં દેવામાં આવતાં નથી તથા આશ્રમની અંદરથી કોઈને પણ બહાર જવા દેવામાં આવતાં નહતા.

પોલીસે ગઈકાલે પણ આશ્રમની સંચાલિકા તથા અન્ય સ્ટાફની પૂછપરછ શરૂ કરી હતી. આ ઉપરાંત ડીપીએસ સ્કૂલનાં સંચાલકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ પોલીસની કાર્યવાહીમાં તેઓ સહકાર નહીં આપતાં હોવાની ફરિયાદો ઉઠી હતી. જેનાં પગલે આ તમામની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા હતી. આ પરિસ્થિતિ  વચ્ચે પોલીસની આજની કાર્યવાહી નિર્ણાયક બનવાની હતી. પોલીસે આજે સવારથી આ કેસમાં હાઈકોર્ટમાં થનારી હેબીયર્સ કોપર્સની સુનાવણી પૂર્વે સઘન તપાસ શરૂ કરી દીધી હતી. રાજ્ય સરકારે આ કેસમાં તપાસ કરવા માટે સીટની રચના કરી છે.

અને સીટના અધિકારીઓ પણ તપાસમાં જાડાઈ ગયા છે. જાકે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠવા લાગ્યાં હતાં. પોલીસ લાપતાં યુવતીઓને શોધી નહીં શકતાં હવે હાઈકોર્ટમાં કરાયેલી અરજીનાં પગલે સીટના અધિકારીઓ સતર્ક બન્યાં છે.

આજે સવારે પોલીસ અધિકારીઓની જુદી જુદી ટીમોએ આશ્રમમાં ફરી એકવખત તપાસ શરૂ કરી હતી. બીજી બાજુ લાપતાં બનેલી યુવતી નંદીતાએ ગઈકાલે ફરી એકવખત તેનાં ફેસબુક એકાઉન્ટ ઉપર વીડિયો શેર કર્યાે છે અને તેમાં તેનાં પિતા ઉપર જ આક્ષેપ કર્યાં છે. આ વીડિયોમાં તેણે જણાવ્યું છે કે તેનાં પિતા નિત્યાનંદ ઉપર ગંભીર આરોપો મૂકવા માટે દબાણ કરી રહ્યાં છે.

પરંતુ તેણે ઈન્કાર કરી દીધો છે. પોલીસે આ વીડિયો ક્લિપના  આધારે લોકોશન મેળવવાનો પ્રયાસ કર્યાે છે પરંતુ હજુ સુધી તેમાં મહ¥વપૂર્ણ કામગીરી થઈ શકી નથી.

પોલીસ અધિકારીઓએ આજે સવારથી જ શરૂ કરેલી મહ¥વપૂર્ણ કામગીરી દરમ્યાન આશ્રમની સંચાલિકા તત્વપ્રિયા અને પ્રાણપ્રિયા સહિત બંનેની પૂછપરછ શરૂ કરી હતી. પરંતુ પૂછપરછ દરમ્યાન આ બંને વ્યક્તિઓ યોગ્ય જવાબ આપતાં નહતા. જેનાં પરીણામે અધિકારીઓએ પૂછપરછ બાદ આ બંનેની સત્તાવાર રીતે ધરપકડ કરી લીધી છે.

આમ નિત્યાનંદ આશ્રમમાંથી યુવતીઓ લાપતાં થવાની ઘટનામાં ધરપકડની આ પ્રથમ ઘટના હતી. બંનેની ધરપકડ કર્યા બાદ પોલીસ અધિકારીઓએ તેમની કડકડાઈથી પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત આ બંનેને આજે સાંજ સુધીમાં કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ પણ કરવામાં આવનાર છે.

નિત્યાનંદ આશ્રમમાંથી લાપતાં યુવતીના મુદ્દે પરીવારજનોમાં જ આક્ષેપો પ્રતિઆક્ષેપો થતાં પોલીસ અધિકારીઓ મૂંઝવણમાં મૂકાયાં છે. ગઈકાલે યુવતીએ પોતાનાં ફેસબુક ઉપર વાયરલ કરેલાં વીડિયોમાં ચોંકાવનારા આક્ષેપો કરતાં પોલીસ અધિકારીઓએ પરીવારજનોની પૂછપરછ કરતાં પરીવારજનોએ આ તમામ આક્ષેપો પાયાવિહોણાં હોવાનું જણાવ્યું છે. નિત્યાનંદ આશ્રમ કેસમાં હવે ધરપકડનો દોર શરૂ થતાં નિત્યાનંદે પણ આ મુદ્દે ટ્‌વીટ કર્યું છે અને પોતાના આશ્રમને ખોટી રીતે વિવાદમાં સપડાવવાનો આક્ષેપ કર્યાે છે.

પોલીસે હાઈકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ થયા બાદ ગઈકાલે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. અને આશ્રમની સંચાલિકાઓ તત્વપ્રિયા અને પ્રાણપ્રિયાની પૂછપરછ શરૂ કરી હતી પરંતુ તેઓ યોગ્ય જવાબો આપતી નહોતી. આ ઉપરાંત પોલીસ તપાસમાં આ બંને સંચાલિકાઓ વિરુદ્ધ કેટલાંક પુરાવાઓ સીટને મળ્યા હતા. જેના આધારે સીટના અધિકારીઓની ગઈકાલે રાત્રે મહ¥વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કેટલાંક નિર્ણયો લેવાયાં હતા. ખાસ કરીને હવે આ કેસમાં બંને યુવતીઓને શોધવા માટે આશ્રમમાં સઘન તપાસ કરવાનો નિર્ણય લેવાયો હતો. અને આજે સવારે ફરી એક વખત આશ્રમમાં તપાસ શરૂ કરી તત્વપ્રિયા અને પ્રાણપ્રિયાની ધરપકડ કરી લેવામાં આવતાં વધુ ધરપકડ કરવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. બીજીબાજુ શિક્ષણ વિભાગ દ્વારા પણ ડીપીએસ સ્કૂલમાં પણ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.