Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનો પક્ષી બચાવ-કરુણા અને સંવેદના કાર્યક્રમ

પ્રતિકાત્મક

૧૫૦ કિલો દોરી દ્વારા ગ્રીન એનર્જી ઉતપન્ન કરવામાં આવશેઃ ડો. સુજય મહેતા

( પ્રતિનિધિ) અમદાવાદ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ અને ટ્રસ્ટ પાપાના સહયોગથી પક્ષી બચાવ કરુણા અને સંવેદના કાર્યક્રમનું ૧૯ જાન્યુઆરી સવારે રાણીપ પગાર કેન્દ્ર અનુપમ શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

જીવદયા ને પ્રાધાન્ય આપવાના ઉદ્દેશ્યર્થી મકર સંક્રાંતિ તહેવાર દરમિયાન ઘરના ધાબા પર, ઝાડ પર તથા રસ્તાઓ પર વીંટળાયેલી અને વેરવિખેર પડેલી, પક્ષીઓના માટે પ્રાણ ઘાતક સાહિત થાય તેવી પતંગની દોરીઓને ભેગી કરીને એ દોરીઓમાં નિર્દોષ પક્ષીઓ ફસાય નહીં

અને પોતાનો પ્રાણ ત્યાગ કરે નહીં તે હેતુથી બાળકોને પ્રેરણા આપી ૧૫૦ કિલો કરતા પણ વધારે દોરીના ગૂંચળાઓ ભેગા કરવામાં આવ્યા હતા. સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજયભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ ભેગી થયેલી દોરીઓને લોકો જાે રસ્તા પર બાળી નાખે તો તેનાથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ વડે નવું પ્રદુષણ ઉભું થાય છે તે અટકાવવાના હેતુથી ટ્રસ્ટ પાપાના સહકારથી આ દોરીઓ વર્ક ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવામાં આવશે.

આ બાબતે ટ્રસ્ટ પાપા ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈએ જણાવ્યું હતું કે આ તંગી કરેલી દોરીઓને સળગાવવાને બદલે આ દોરીઓને બોઇલર માં નાખીને યોગ્ય પદ્ધતિથી પ્રદૂષણ મુક્ત ઉર્જા (ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવામાં આવશે. નાના બાળકોના હાથે આ ખુબ મોટું કામ કરવા માટે આજે આપણે સૌ નિમિત્ત બન્યા છીએ તેમ પણ તેઓએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું એ કરુણા સભર પ્રાર્થના વડે થઈ હતી. ત્યારબાદ પધારેલા સહુ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. સ્વાગત પ્રવચનમાં સ્કૂલોના મા શાસનાધિકારી ડૉ, એલ.ડી દેસાઈએ જણાવ્યું હતું કે

અત્યાર સુધીના સ્કૂલ બોર્ડના ઇતિહાસમાં આવો કરુણા સભર કાર્યક્રમ આવા મોટા પાયે થયો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે અને આ કાર્યક્રમ માટે સતત પ્રેરણા અને માર્ગદર્શન આપનાર આ વિસ્તારના અને આ જ રાણીપની શાળામાં ભણેલા ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલનો આભર માનીએ તેટલો ઓછો છે.તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.