Western Times News

Gujarati News

સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણું ઉમેરવા જઈ રહ્યું છે. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજની વચ્ચે સાબરમતી નદીમાં વચ્ચે બેસી અને લોકો જમવાની મજા માણી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ કરવામાં આવી રહી છે.

આગામી એપ્રિલ મહિનાના અંતમાં એપ્રિલ રેસ્ટોરાંનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. લોકો માટે ફરવા ફરવાના સ્થળની સાથે હવે ફ્લોટિંગ રેસ્ટોરાંની મજા પણ રિવરફ્રન્ટ પર માણી શકાશે.દેશ વિદેશમાં પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ પર લોકો ફરવા માટે વધુ આવતા હોય છે

અને હવે સાબરમતી નદીની વચ્ચે બેસી અને લોકો જમવાની મજા માણી શકે તેના માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ કરવા જઈ રહ્યું છે જેની કામગીરી પૂર્ણતા થવાના આરે છે. ફ્લોટિંગ રેસ્ટોરાં બનીને તૈયાર થઈ ગઈ છે.

માત્ર ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ જ બાકી રહ્યું છે. અક્ષર ટ્રાવેલ્સને આ ફ્લોટિંગ રેસ્ટોરાં ચલાવવા માટેનો કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યો છે. ફ્લોટિંગ રેસ્ટોરાંનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે માત્ર ટચિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇનરનું કામ બાકી છે. એપ્રિલ

મહિનાના અંત સુધીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ થઈ જશે. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે. વલસાડના ઉંમરગામથી ક્રુઝ રિવરફ્રન્ટ પહોંચ્યું છે. હાલ તમામ અલગ ભાગ એકત્ર કરી રેસ્ટોરાં ક્રૂઝ તૈયાર કરાઇ રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેપ્યુટી કમિશનર આઇ કે પટેલે જણાવ્યું હતું કે, ફલોટિંગ રેસ્ટોરાંમાં એક સાથે ૧૨૫થી ૧૫૦ લોકો એક સાથે બેસી શકશે. પીપીપી મોડેલ ઉપર એસઆરડીસીએલદ્વારા આ પ્રોજેક્ટની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી.

ફ્લોટિંગ રેસ્ટોરાં માટે અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર અપાયો છે. લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે. સાબરમતી નદીમાં રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરાં જાેવા મળશે. વિદેશમાં તો તરતી રેસ્ટોરાં કે જેને ફ્લોટિંગ રેસ્ટોરાં તરીકે ઓળખવામાં આવે છે, તેવું જ ફ્લોટિંગ રેસ્ટોરાં સાબરમતી નદીમાં તરતી મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.