Western Times News

Gujarati News

CRPFના કર્મચારીઓ ફરિયાદો કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહિં

પ્રતિકાત્મક

CRPFને કોઈ રાજકીય ટીકા-ટિપ્પણી નહીં કરવા આદેશ

(એજન્સી)નવી દિલ્હી, દેશના સૌથી મોટા અર્ધસૈનિક દળ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) એ પોતાના કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા દિશાનિર્દેશનો એક નવો સેટ જાહેર કર્યો છે. તેમાં કર્મચારીઓને વિવાદાસ્પદ અથવા રાજકીય મામલા પર ટિપ્પણી નહીં કરવા માટે કહેવાયું છે.

આપને માલૂમ હશે કે, દિલ્હીમાં સીઆરપીએફ હેડક્વાર્ટરે ગત અઠવાડીયે બે પાનાના નિર્દેશ જાહેર કર્યા હતા. તેમાં કહેવાયું હતું કે, અર્ધસૈનિક દળના કર્મીઓ પોતાની વ્યક્તિગત ફરિયાદોને દૂર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે.

આવું કરવું સીસીએસ આચરણ નિયમ ૧૯૬૪નું ઉલ્લંઘન છે અને અનુશાસનાત્મક કાર્યવાહી થઈ શકે છે. આ સંદર્ભમાં જાહેર કરવામાં આવેલા સર્કુલરમાં કહેવાયું છે કે, સાઈબર બુલિંગ અને ઉત્પીડન વિરુદ્ધ કર્મચારીઓને જાગૃત કરવા માટે અને તેમને સંવેદનશીલ બનાવવા માટે નવા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવી રહ્યા છે.

દિશા નિર્દેશમાં શું નહીં કરવું તેના વિશે વિસ્તારથી જણાવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે, કોઈ પણ કર્મી કોઈ સંવેદનશીલ મંત્રાલય અથવા સંગઠનમાં કામ કરવા દરમિયાન પોતાની પોસ્ટીંગ અને કામની પ્રકૃતિનો ખુલાસો નહીં કરે. સીઆરપીએફ સર્કુલરમાં કહેવાયું છે કે,

પોતાના ઈન્ટરનેટ સોશિયલ નેટવર્કિંગ પર એવું કંઈ પણ ન કરો, જે સરકાર અથવા આપની ખુદની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે. સરકારી નીતિઓ પર પ્રતિકૂળ ટિપ્પણી ન કરો અને કોઈ પણ સાર્વજનિક મંચ પર રાજકીય/ધાર્મિક નિવેદનો આપો. એવું કોઈ પણ વિવાદાસ્પદ, સંવેદનશીલ અથવા રાજકીય મામલા પર ટિપ્પણી ન કરે, જે આપને પરેશાન કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.