Western Times News

Gujarati News

જૈશ એ મોહમ્દના ચીફ મસૂદ અઝહરના ત્રણ ભત્રીજાઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા

નવીદિલ્હી, કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ગતિવિધિઓને બેઅસર કરવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ અંતર્ગત પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના ત્રણ ભત્રીજાઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે.

ત્રણેય ભારતમાં ઘૂસણખોરી કરી ચૂક્યા હતા. આ ત્રણેય આતંકવાદી ગતિવિધિઓથી કાશ્મીરની ઘાટીમાં આતંક મચાવવા માંગતા હતા. જાે કે, સુરક્ષા દળોએ તેમની હિંમતનો પરચમ લહેરાવતા ત્રણેય આતંકીવાદીઓને ઠાર કર્યા છે.

પૂર્વ ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અનિલ ભટ્ટ (નિવૃત્ત) એ પોડકાસ્ટ પ્રોગ્રામમાં આ માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે, આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર નવ મહિનાથી વધુ જીવીત નથી રહી શકતા. તે પહેલા જ તેને ઠાર કરી દેવામાં આવે છે. સ્થાનિક લોકો હવે આતંકવાદથી દૂર રહેવા માંગે છે.

આતંકવાદી સંગઠનો માટે સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. જેના પરિણામ સ્વરૂપ જૈશના વડા મૌલાના મસૂદ અઝહરે તેના ભત્રીજાઓને ત્રાલ ક્ષેત્રમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે મોકલ્યા હતા. પરંતુ તેના પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે.

એક ભત્રીજાને ૧૫ દિવસની અંદર ઠાર કરવામાં આવ્યો હતો. આ પછી બીજા ભત્રીજાને મોકલવામાં આવ્યો, અમે તેને ૧૦ દિવસમાં ઠાર કર્યો. તો બીજી તરફ ત્રણ દિવસમાં ત્રીજા ભત્રીજાનો ખાત્મો થયો છે.

ભારતીય સેનાના બહાદુર લેફ્ટનન્ટ જનરલ ભટ્ટ (નિવૃત્ત)એ ૨૦૧૮માં ચિનાર કોર્પ્સ કમાન્ડર તરીકે સેવા આપી છે. તે દરમિયાન ભારતીય સેનાએ કાશ્મીર ઘાટીમાં આતંકવાદી નેતૃત્વ વિરુદ્ધ વ્યાપક કાર્યવાહી હાથ ધરી હતી. સેનાએ ઘણી મોટી કાર્યવાહી પણ કરી હતી. ભારતીય સેનાએ આ ક્ષેત્રમાં કાર્યરત મોટા જૂથોને ખતમ કર્યા અને એક વર્ષમાં ૨૭૪ આતંકવાદીઓ માર્યા ગયા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.