Western Times News

Gujarati News

રાજધાની દિલ્હીમાં નવા સંસદ ભવનનું કામ અંતિમ તબક્કામાં

નવા સંસદ ભવનમાં જવા માટે છ રસ્તા હશે : એક રસ્તો વડાપ્રધાન માટે અને એક રસ્તો રાષ્ટ્રપતિ માટે પણ હશે

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં નવા સંસદ ભવનનું કામ તેના અંતિમ તબક્કામાં છે. એવી ચર્ચા છે કે, આ વર્ષનું બજેટ પણ આ નવા પરિસરમાં રજૂ કરવામાં આવશે. નવા સંસદ ભવનમાં ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. એવી ચર્ચા છે કે, જાન્યુઆરીના અંત સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે પહેલી નવેમ્બર ર૦રર સુધી નવા સંસદ ભવનના નિર્માણનું કામ પૂર્ણ થવાનું હતું, પરંતુ કેટલાક કારણોસર પૂર્ણ થઈ શક્યુ નહોતું.

નવા પરિસરની કેટલીક તસવીરો સામે આવી છે જે દેખાય છે કે લોકસભા અને રાજયસભાના નવા ચેમ્બરમાં સંસદો માટે બેસવાની ખુરશીઓની લાઈન લગાવવામાં આવી છે. સંસદનું નવુ પરિસર જૂના સંસદ બિલ્ડીંગની બરાબર સામે બની રહ્યું છે. નવા ભવનમાં ૧૦૦૦થી વધુ સાંસદો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જાેકે સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર રીતે એવી જાહેરાન નથી થઈ કે બજેટ નવા સંસદ ભવનમાં જ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નવા સંસદ ભવનના નિર્માણ માટેનો કોન્ટ્રાકટ ટાટા પ્રોજેકટસને આપવામાં આવ્યો છે.

સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૂ થશે અને ૬ એપ્રિલ સુધી ચાલશે. જેમાં ૧૪ ફેબ્રુઆરીથી ૧ર માર્ચ સુધી રજા રહેશે. પરંપરા મુજબ ૩૧ જાન્યુઆરીના રોજ સત્રની શરૂઆતના સમયે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ બંને સંસદના સંયુક્ત અધિવેશનને સંબોધિત કરશે. એ પછી બજેટ રજુ કરવામાં આવશે અને શરૂઆતના કેટલાક દિવસો સુધી માત્ર બજેટ પર જ ચર્ચા થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.