Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર પર ફરી હુમલો કરવામાં આવ્યો

કેનબેરા, આ સમયે ઓસ્ટ્રેલિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે. ખાલિસ્તાન સમર્થકોએ મેલબોર્નના આલ્બર્ટ પાર્ક સ્થિત હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે. મેલબોર્નમાં છેલ્લા ૧૫ દિવસમાં મંદિર પર આ ત્રીજાે હુમલો છે.

ઇસ્કોન મંદિર, જેને હરે કૃષ્ણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મેલબોર્ન એ ભક્તિ યોગ ચળવળનું જાણીતું કેન્દ્ર છે. સોમવારે સવારે મંદિરના મેનેજમેન્ટને જાણવા મળ્યું કે મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને દિવાલો પર ખાલિસ્તાન ઝિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ જેવા નારા પણ લખવામાં આવ્યા હતા.

ઇસ્કોન મંદિરના કોમ્યુનિકેશન ડાયરેક્ટર ભક્ત દાસે જણાવ્યું હતું કે, “અમે પૂજા સ્થળના આદર પ્રત્યેની આ સ્પષ્ટ અવગણનાથી આઘાત અને ગુસ્સે છીએ.” શિવેશ પાંડે, આઇટી કન્સલ્ટન્ટ અને ઇસ્કોન મંદિરના ભક્તે કહ્યું, ” છેલ્લા બે અઠવાડિયામાં, વિક્ટોરિયા પોલીસ શાંતિપૂર્ણ હિંદુ સમુદાય વિરુદ્ધ તેમના નફરતનો એજન્ડા ચલાવી રહેલા લોકો સામે કોઈ નિર્ણાયક પગલાં લેવામાં નિષ્ફળ રહી છે.’

ખાલિસ્તાન સમર્થકોએ અગાઉ ૧૨ જાન્યુઆરીએ મંદિર પર હુમલો કર્યો હતો. તેના માત્ર ૫ દિવસ બાદ વધુ એક મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ પહેલા ૧૭ જાન્યુઆરીએ ખાલિસ્તાની સમર્થકોએ વિક્ટોરિયાના કેરમ ડોન્સ સ્થિત શિવ વિષ્ણુ મંદિર પર હુમલો કર્યો હતો.

મંદિરમાં તોડફોડની ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તમિલ હિન્દુ સમુદાયના ત્રણ દિવસના તહેવાર થાઈ પોંગલ પર ભક્તો મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા.

વર્ષોથી શિવ વિષ્ણુ મંદિરમાં પૂજા કરતી ઉષા સેંથિલનાથને કહ્યું, અમે ઓસ્ટ્રેલિયામાં તમિલ લઘુમતી સમુદાયના છીએ. આ મારું ધર્મસ્થાન છે અને મને એ સ્વીકાર્ય નથી કે આ ખાલિસ્તાન સમર્થકો કોઈપણ ડર વિના તેમના નફરતના સંદેશાઓથી તેને નુકસાન પહોંચાડે છે.

તે જ સમયે, અગાઉ ૧૨ જાન્યુઆરીએ અસામાજિક તત્વોએ મેલબોર્નમાં સ્વામિનારાયણ મંદિરને ભારત વિરોધી શબ્દો લખીને બદનામ કર્યો હતો. હુમલાની નિંદા કરતા સ્વામિનારાયણ મંદિરે કહ્યું, ‘આ બર્બર અને નફરતથી ભરેલા હુમલાથી અમે ખૂબ જ દુઃખી અને આઘાતમાં છીએ. અમે શાંતિ અને સૌહાર્દ માટે પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં અમારું જાહેર કરીશું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.