Western Times News

Gujarati News

“ભાભીજી ઘર પર હૈ”ના કલાકારોએ સુરક્ષાના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો

એન્ડટીવી અને મુંબઈ ટ્રાફિક પોલીસે માર્ગ સુરક્ષા સપ્તાહ માટે જોડાણ કર્યું

મુંબઈ, માર્ગ સુરક્ષા સપ્તાહ એ માર્ગ સુરક્ષાનાં પગલાં અને નિયમો પર જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે યોજાય છે. આ વર્ષે મુંબઈ ટ્રાફિક પોલીસે 11-17 જાન્યુઆરી, 2023 વચ્ચે જાગૃતિ ઝુંબેશ માટે એન્ડટીવી સાથે જોડાણ કર્યું.

એન્ડટીવીના અત્યંત લોકપ્રિય અને વહાલા કલાકારો અંગૂરી ભાભી (શુભાંગી અત્રે) અને અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) વાહનચાલકોમાં હેલ્મેટ પહેરવું, સીટબેલ્ટ પહેરવું, શરાબ પીને વાહન નહીં હંકારવા સહિતના વિવિધ માર્ગ સુરક્ષાના મુદ્દાઓ પર ભાર આપશે. બંને ભાભીઓએ જનજાગૃતિ ઝુંબેશનો આરંભ કરતાં મુંબઈગરાને પોતાના ઓન-સ્ક્રીન વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ તેમની અજોડ સ્ટાઈલમાં નિયમોનું પાલન કરવાનો અનુરોધ કર્યો હતો.

માર્ગ સુરક્ષા સપ્તાહ વિશે બોલતાં ટ્રાફિક વિભાગના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ શ્રી પ્રવીણકુમાર પડવલે જણાવ્યું હતું કે, “માર્ગ સુરક્ષા મુંબઈ ટ્રાફિક પોલીસ માટે સૌથી મહત્ત્વપૂર્ણ લક્ષ્યમાંથી એક છે અને મુંબઈના નાગરિકો માટે ગલીઓને સુરક્ષિત રાખવાનો અમારો એકધાર્યો પ્રયાસ હોય છે.

આ પ્રયાસના ભાગરૂપે અમને વિવિધ સુરક્ષાનાં પગલાં અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે જાગૃતિ ફેલાવવા એન્ડટીવી સાથે ભાગીદારી કરવાની ખુશી છે. તેમનાં લોકપ્રિય પાત્રોના ઉપયોગ થકી મુંબઈગરાને માર્ગ સુરક્ષાને પોતાને માટે અને અન્યોની સુરક્ષા માટે અત્યંત ગંભીરતાથી લેવા હકારાત્મક પ્રભાવ પાડવાની અમને આશા છે.”

માર્ગ સુરક્ષા સપ્તાહ માટે મુંબઈ ટ્રાફિક પોલીસ સાથે જોડાણ વિશે એન્ડટીવી, ઝિંગ, બિગ મેજિક અને અનમોલના ચીફ ક્લસ્ટર ઓફિસર વિષ્ણુ શંકરે જણાવ્યું હતું કે, “મુંબઈ ટ્રાફિક પોલીસ માર્ગ સુરક્ષાની વાત આવે ત્યારે હંમેશાં આગળ હોય છે અને તેમની ઝુંબેશો અજોડ હોય છે.

એન્ડટીવીમાં અમને માર્ગ સુરક્ષા સપ્તાહ નિમિત્તે તેમને સાથે ભાગીદારી કરવાનું અને આપણા રસ્તાઓ અને સમુદાયોઓ સુરક્ષિત રાખવાનું સન્માનજનક લાગે છે. અંગૂરી ભાભી અને અનિતા ભાભીને તેમના ચાહકો પાસેથી ભરપૂર પ્રેમ મળ્યો છે. તેઓ બંને મુંબઈગરાને તેમની અજોડ સ્ટાઈલમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કરતી જોવા મળશે. મુંબઈમાં ઓન-ગ્રાઉન્ડ કેમ્પેઈન ઉપરાંત અમે માઈક્રોસાઈટ વિકસાવી છે, જ્યાં દેશભરના લોકો તેમના વહાલાજનોના પર્સનલાઈઝ્ડ રોડ સેફ્ટી વિડિયોઝ મોકલી શકે છે.”

આ વિશે વધુમાં બોલતાં એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી ભાભી કહે છે, “મને માર્ગ સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવતી ઝુંબેશનો હિસ્સો બનવાની ખુશી છે. તમારા જીવન અને અન્યના જીવનને જોખમમાં મૂકવાનું ટાળવા ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું અને સમજવાનું મહત્ત્વપૂર્ણ છે. મારા ચાહકો andtvroadsafety.zee5.com પરથી મારા  સુરક્ષાના સંદેશ સાથેના વિડિયો તેમના વહાલાજનોને મોકલી શકે છે.”

ભાભીજી ઘર પર હૈમાં વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે, “મુંબઈ ટ્રાફિક પોલીસ માર્ગ સુરક્ષા પર સતત પ્રવાસીઓને માહિતગાર કરે છે અને સંવેદનશીલ બનાવે છે. તેમના આ પ્રયાસો માટે તેમને સલામ છે. ચાલો, આપણે પણ દરેક માટે રસ્તાઓ સુરક્ષિત રાખવા માટે આપણું થોડું યોગદાન આપીએ.”

એન્ડટીવી અને મુંબઈ ટ્રાફિક પોલીસ દરેક નાગરિકોને સુરક્ષિત ડ્રાઈવ કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કરે છે, ક્યૂ કી ભાભીજી ઘર પર હૈ!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.