Western Times News

Gujarati News

11 લાખ કમાવા માટે અંગુરી ભાભીએ શું કરવું પડે છે જૂઓ &TV પર ભાભીજી ઘર પર હૈ

“દૂસરી મા”, “હપ્પુ કી ઉલટન પલટન” અને “ભાભીજી ઘર પર હૈ”માં આ સપ્તાહમાં વિવિધ વળાંકો જોવા મળશે

એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે કૃષ્ણા કહે છે, “મહુવા (મનીષા અરોરા)ના પ્રભાવ હેઠળ આસ્થા (અદ્વિકા શર્મા) એકાંત શાળાના રૂમમાં કૃષ્ણા (આયુધ ભાનુશાળી)ને ગોંધી રાખશે. યશોદા (નેહા જોશી) અને તેનો પરિવાર કૃષ્ણાને શોધે છે. આસ્થા મહુવા સામે કબૂલ કરે ચે કે તેણે કૃષ્ણાને રૂમમાં બંધ કર્યો છે.

યશોદા અને અશોક કૃષ્ણાને શોધી રહ્યાં છે ત્યારે કૃષ્ણા એક કાગળના ટુકડા પર મદદ માટે લખીને તે ટુકડો બારીની બહાર ફેંકી દે છે અને તે પછી ભાગવાના પ્રયાસમાં બેભાન થઈને પડી જાય છે. અશોક અને યશોદા તેને બેભાનાવસ્થામાં શોધી કાઢે છે. આસ્થા સચ્ચાઈ જાણીને ભયભીત થાય છે અને આ બધાની પાછળ પોતે હતી એવું કોઈને જાણ નહીં કરવા કૃષ્ણાના વિનંતી કરે છે. દરમિયાન પોલીસ આવીને કૃષ્ણાની પૂછપરછ કરે છે.”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે રાજેશ કહે છે, “ગેન્ગસ્ટર જોની બ્રિગેન્ઝા ઉર્ફે જાનેમનને પકડવા માટે કમિશનર (કિશોર ભાનુશાલી), દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી) અને મનોહર મુન્નીબઈના કોઠા પર સિક્રેટ મિશન શરૂ કરે છે. રાજેશ (કામના પાઠક)ને શંકા છે કે કોઈક ગડબડ છે અને તેથી હપ્પુ રાત્રે ક્યાં જાય છે તેની તપાસ કરવા માટે બેની (વિશ્વજિત ચેટરજી)ને કહે છે.

બેની પીછો કરે છે અને હપ્પુને કોઠામાં નૃત્ય માણવો હોય ત્યારે વિડિયો ઉતારી લે છે. રાજેશને આ વિશે જાણ થતાં તે ગુસ્સો થાય છે અને હપ્પુને રંગેહાથ પકડવા માટે કટોરી અમ્મા (હિમાની શિવપુરી)ની મદદ માગે છે. તેઓ બીજા દિવસે કોઠામાં પહોંચે છે ત્યારે તેમને જાણ થાય છે કે મુન્ની તો કટોરી અમ્માની જૂની બહેનપણી છે.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે અંગૂરી ભાભી કહે છે, “અમ્માજી (સોમા રાઠોડ) અંગૂરી (શુભાંગી અત્રે)ને જાણ કરે છે કે તેમનું જીવન ખતરામાં છે. પંડિત રામફલે કહ્યું છે કે તેમને બચાવવા માટે અંગૂરીએ મૂજરા કરીને રૂ. 11 લાખ કમાવા પડશે. વિભૂતી (આસીફ શેખ) તિવારી (રોહિતાશ ગૌર)ના ઘરે આવે છે

ત્યારે સેટઅપ અને અંગૂરીને તવાયફના વેશમાં જોઈને ચોંકી ઊઠે છે. તે અંગૂરીને આ કૃતિ વિશે પૂછે છે, પરંતુ અમ્માએ કહ્યું હોય છે કે આ વિશે કોઈને કહેવું નહીં. આથી તે કશું બોલતી નથી. દરમિયાન અમ્મા ઘરમાં આવીને વિભૂતિને એવું કહીને બહાર હાંકી કાઢે છે કે જો તેને નૃત્ય માણવું હોય તો તેણે નાણાં ખર્ચવા પડશે. વિભૂતિ મૂંઝવણમાં અને આંચકામાં મુકાય છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.