Western Times News

Gujarati News

‘Aadhaar on Wheels’ સર્વિસને વધુ 10 શહેરો સુધી લંબાવવામાં આવશે

કોટક મહિન્દ્રા બેન્કએ 20મી ‘Aadhaar on Wheels’ વેન લોન્ચ કરી

પુણે ડિસે 2021માં રજૂ કરાયેલ, ‘Aadhaar on Wheels’ હવે દેશભરના 20 શહેરોમાં કાર્યરત છે- બેંગાલુરુ, 25 જાન્યુઆરી, 2023: કોટક મહિન્દ્રા બેન્ક લિમીટેડ (“KMBL”/Kotak)એ બેંગાલુરુમાં “Aadhaar on Wheels” (આધાર ઓન વ્હીલ્સ) લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે– એક મોબાઇલ આધાર સેવા કેન્દ્ર જે અન્યો ઉપરાંત વરિષ્ઠ નાગરિકો, વિકલાંગ અને સગર્ભા મહિલાઓ સહિતને સુગમ આધાર સેવા પૂરી પાડશે.

“Aadhaar on Wheels” સુગમ આધાર સેવા કેન્દ્ર દ્વારા ઓફર કરવામાં આવતી એવી તમામ મહત્ત્વની સેવા પૂરી પાડશે જેમ કે આધાર નોંધણી અને આધારની વિગતોમાં ઉમેરણ – શહેરમાં નાગરિકોના ઘર સુધીની સેવા પૂરી પાડશે.

Shri Anup Kumar (2nd from right), Deputy Director General, UIDAI RO – Bengaluru & Mr. Hemal Vakil (center), Joint President, Kotak Mahindra Bank Ltd (1)

બેન્કે આ પહેલા માટે UIDAI (યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા)સાથે ભાગીદારી કરી છે. આ વેનને આધાર ઓપરેટ તેમજ બેન્કના સ્ટાફથી સજ્જ કરવામાં આવી છે.

શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં, “Aadhaar on Wheels”ને બેંગાલુરુના UIDAI ROના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રી અનુપ કુમાર અને કોટક મહિન્દ્રા બેન્ક લિમીટેડના જોઇન્ટ પ્રેસિડન્ટ શ્રી હેમલ વકીલ દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી.

આ વેન શહેરની હદમાં કામ કરશે અને વિવિધ સ્થળો જેમ કે રહેણાંક સોસાયટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ્સ, સરકારી ઓફિસો, કોર્પોરેટ ઓફિસો વગેરેના રહેવાસીઓના વિશાળ નેટવર્કને સેવા પૂરી પાડશે. આ સર્વિસ પસંદગીની રજાઓમાં પણ ઉપલબ્ધ રહેશે.

Shri Anup Kumar (center, with the scissor), Deputy Director General, UIDAI RO – Bengaluru and Mr. Hemal Vakil (left), Joint President, Kotak Mahindra Bank Ltd (1)

આ વેનને પુણેમાં ડિસેમ્બર 2021માં રજૂ કરવામાં આવી હતી. સકારાત્મક પ્રતિભાવથી પ્રભાવિત થતા ત્યાર બાદના 12 મહિનાઓમાં બેન્કે “Aadhaar on Wheels” દેશભરના 20 શહેરોમાં કાર્યરત કરી હતી. વધુમાં આગામી બેથી ત્રણ મહિનાઓમાં વધુ 10 શહેરો સુધી લંબાવવાની યોજના પણ છે.

વધુમાં આધાર નોંધણી તેમાં સુધારાની સંબંધિત સેવાઓ પણ દેશભરની કોટક મહિન્દ્રા બેન્કની 120 બેન્ક શાખાઓમાં મેળવી શકાશે.

કોટક મહિન્દ્રા બેંક લિમિટેડના જોઈન્ટ પ્રેસિડેન્ટ શ્રી હેમલ વકીલે જણાવ્યું હતું કે, “અમે બેંગલુરુમાં નાગરિકો માટે અમારી 20મી “Aadhaar on Wheels” વેન સેવા શરૂ કરતા આનંદ અનુભવીએ છીએ. “અમે UIDAIનો તેમના સમર્થન બદલ આભાર માનીએ છીએસરકારી તેમજ બિનસરકારી સેવાઓ સુધી પહોંચવા માટે આવશ્યક

આધાર માત્ર ડિજિટલ વિભાજનને જ નહીં પરંતુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે પણ સેતુ પૂરો પાડે છેતે નિર્વિવાદપણે વિશ્વના સૌથી સફળ બાયોમેટ્રિક કાર્યક્રમોમાંનો એક છે.”

“UIDAIનું બેંગાલુરુ ખાતેનુ પ્રાદેશિક કાર્યાલય “Aadhaar on Wheels” શરૂ કરવા માટે કોટક મહિન્દ્રા બેંક સાથે જોડાતા ખુશ છે,” એમ UIDAI RO-બેંગાલુરુના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ  શ્રી અનુપ કુમારએ જણાવ્યું હતુંઆ શહેરના રહેવાસીઓખાસ કરીને વરિષ્ઠ નાગરિકવિકલાંગ વ્યક્તિઓ વગેરેની સેવાને આગળ ધપાવશ

તેમજ શાળાએ જતા બાળકોને વર્ષ અને 15 વર્ષની વય પાર કરવા પર ફરજિયાત બાયોમેટ્રિક સુધારો કરવામાં તેમજ આધારના 10 વર્ષ પૂરા કર્યા પછી ડોક્યુમેન્ટમાં સુધારો કરવામાં રહેવાસીઓને પણ મદદ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.