Western Times News

Gujarati News

નેત્રામલી ગ્રામ પંચાયત સરપંચને શ્રેષ્ઠ સરપંચ એવોર્ડ એનાયત

(પ્રતિનિધિ) નેત્રામલી, સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે ૭૪ માં પ્રજાસતાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી થઇ હતી. જેમાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નેત્રામલી ગ્રામ પંચાયતના સરપંચને સાબરકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ સરપંચ તરીકેના પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

જેમાં સરપંચ પદમાબેન પટેલ સાથે પંચાયત કારોબારી અને તલાટી કમ મંત્રી પ્રકાશ અસારી, પંચાયત કર્મચારી સ્ટાફ સાથે આ પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સર્વેનું પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમાર સાથે સાંસદ દિપસિંહ રાઠોડ અને ઇડર- વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા પણ સન્માન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નેત્રામલીની સમગ્ર પંચાયત ટીમને મહાનુભાવો તરફથી અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.