Western Times News

Gujarati News

સ્વામી લીલાશા કુટીયા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

(પ્રતિનિધિ) ગોધરા, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સિંધી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વુમન્સ વીગં ગોધરા દ્વારા પ્રથમ વખત રેડ ક્રોસ સોસાયટીના સૌજન્યથી સ્વામી લીલાશા કુટીયા ખાતે રક્તદાન નું આયોજન કર્યું હતું. જેમાં ૩૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સિંધી સમાજના અગ્રની અને લાયન્સ ક્લબ ગોધરાના માજી પ્રમુખ હોતચંદ ઘમવાનીએ ૧૪૩ મી વખત રક્તદાન કર્યું હતું.

આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના ચેરમેન જયપ્રકાશ ભૂલંદા, ઇમરાનભાઈ ઈલેક્ટ્રીકવાલા, ગોધરા સિંધી સમાજના પ્રમુખ ચુનીભાઇ દાસીયાની, કિશોરીલાલ ભાયાણી, વુમન્સ વિંગના રેખાબેન ભગત તથા અગ્રણીઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.