Western Times News

Gujarati News

ઉત્તર યુરોપિયન મુળની નોલ ખોલ (ગંથ ગોબી) નામની શાકભાજીની જાત સફળતા પૂર્વક વિકસાવાઈ

કાશ્મીર,હરિયાણા તેમજ હિમાચલ પ્રદેશમાં કરાય છે આ નોલ ખોલ જાતનું વાવેતર સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર કરાયું

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સ્થિત નવસારી કૃષિ વિદ્યાલયના પ્રાધ્યાપકોની ટીમ દ્વારા કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશથી નોલ ખોલ એટલે કે ગંઠ ગોબીનું બિયારણ લાવી તેને સફળતા પૂર્વક ઉછેરીને ગંઠ ગોબીનો પાક તૈયાર કરવામાં આવ્યો છે.આ નવીન શાકભાજી ગુજરાતમાં સૌ પ્રથમ ભરૂચના મકતમપુર સ્થિત આવેલ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે.જે આગામી દિવસોમાં ખેડૂતોને પરંપરાગત શાકભાજીની ખેતી સાથે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી સારી આવકની તકો પુરી પાડશે.

ભરૂચના મકતમપુર સ્થિત આવેલ નવસારી કૃષિ વિદ્યાલય ખેડૂતોના હિતમાં ઓછા ખર્ચે વધુ કમાણી કરતી ખેતી પદ્ધતિનું સંશોધન કરતી રહી છે.અહીંના પ્રધ્યાપકોની ટીમ દ્વારા મૂળ ઉત્તર યુરોપિયનની જાત જે કાશ્મીર,હિમાચલ પ્રદેશ સહીત ઉત્તર ભારતના ઠંડા પ્રદેશમાં શાકભાજી તરીકે વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી નલ – ખોલ (ગંથ ગોબી) નું બિયારણ કાશ્મીર, હરિયાણા તેમજ હિમાચલ પ્રદેશ માંથી લાવી તેને ઉછેરી સફળતા પૂર્વક સફેદ અને જાંબલી કલરના ગાંઠ ગોબીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.જે પાક શિયાળાની શરૂઆતમાં કરવામાં આવે છે.

તો આ પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ નહિવત હોવાના કારણે ખેડૂતોને આર્થિક ભારણ રહેતું નથી.તો ગુજરાતના ખેડૂતો જેઓ શાકભાજીનું વાવેતર કરે છે એમને ગાંઠ ગોબીનું ઉત્પાદન કરવાથી આર્થિક ફાયદો થઈ શકે છે તેમ કૃષિ વિદ્યાલયમાં મદદનીશ પ્રાધ્યાપક પ્રોફેસર પી એમ સાંખલાએ જણાવ્યુ હતું. નોલ – ખોલ (ગંથ ગોબી)નો પાક ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપનારો પાક છે.જે ૫૫ થી ૬૦ દિવસમાં તૈયાર થઈ જાય છે.જાંબલી રંગના નોલ ખોલમાં એન્થોસાયનીનનું પ્રમાણ ભરપૂર હોય છે.જે મગજ, હૃદય અને આંખોને ફાયદો કરે છે.કેન્સરથી બચાવે છે.

ડાયાબિટીસ પ્રકાર-બે નું જાેખમ ઘટાડવા સાથે ત્વચાનું આરોગ્ય સુધારે છે.આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે.કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અટકાવે છે અને હૃદયના સ્વાસ્થ્ય અને વેગ આપે છે.તેમજ વજન ઘટાડવા પણ ઉપયોગી થઈ શકે છે અને તેમાં રહેલ ફ્લેવેનોઈડ નામના તત્વના ફાયદાઓ જેમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.તો ગંથ – ગોબીનો ઉપયોગ સલાડ તેમજ અથાણાં તરીકે પણ થાય છે તો તેના પાનનો ઉપયોગ પણ શાક બનાવવા માટે ઉપયોગી થઈ શકશે તેમ કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત શાસ્ત્ર વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક ડૉ.સંદીપ શાંધાણીએ જણાવ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.