Western Times News

Gujarati News

બાયડમાં વિશ્વકર્મા જયંતીની રંગે ચંગે ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ) બાયડ, મહા સુદ તેરસનો દિવસ એટલે દેવોના સ્થપતિ કહેવાતા શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિનો પર્વ ભગવાન વિશ્વકર્મા સમર્પિત જે આકાશી આર્કિટેક્ટ તરીકે ગણવામાં છે. બાયડ કોટીય ર્ક સોસાયટી સુધીરભાઈ મોહનભાઈ પંચાલના નિવાસ્થાનેથી ભગવાન વિશ્વકર્મા દાદાની શોભાયાત્રા વાજતે-ગાજતે ભક્તિમય ભજન સાથે કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પંચાલ સમાજ સહીત મોટી સંખ્યામાં ભક્તો જાેડાયા હતા બાયડના માર્ગો પર નીકળેલી શોભયાત્રા થી આખું બાયડ ભક્તિભાવના રંગે રંગાયું હતું આ શોભાયાત્રા કોટીયર્ક સોસાયટી થી નીકળી બાયડ બસ સ્ટેશન ગાબટ રોડ ગાયત્રી મંદિર થઈ અંબેમાના ચોકમાં ગરબા ની રમઝટ જમાવી હતી ત્યારબાદ કોટીયર્ક સોસાયટીમાં હર્ષ ભેર આરતી ઉતારી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો આ શોભાયાત્રામાં પ્રમુખ મોહનભાઈ જેઠાભાઈ પંચાલ દખણેશ્વર ઉપપ્રમુખ મનીષભાઈ રમણલાલ પંચાલ બાયડ તેમજ બાયડ પંચાલ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવી વિશ્વકર્મા દાદા નો પ્રસંગ દીપાવ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.